Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ટીમ ઇન્ડિયાના સુપર ફેન ચારુલતાબેન પટેલનું 87 વર્ષની વયે નિધન

ખભા ઉપર તિરંગો ખેસ, ગાલ ઉપર તિરંગો અને હાથમાં તિરંગો ઝંડો અને પીળા રંગની પિપૂડી સાથે ટીમનો ઉત્સાહ વધારતા ચારુલતાબેનને વિરાટ મળવા પહોંચ્યો હતો

નવી દિલ્હી : આઈસીસી વર્લ્ડ કપ 2019 દરમિયાન ભારતીય ટીમને ચીયર કરનારા અને એ પછી મીડિયામાં છવાઈ જનારાં ચારુલતા પટેલનું 87 વર્ષની વયે નિધન થયું છે ચારુલતા પટેલનાં માતાપિતાનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે તેઓ તાન્ઝાનિયામાં જન્મ્યાં હતાં.

તેમનાં સંતાનો પણ કાઉન્ટી મૅચ રમે છે અને એટલે તેઓ પણ ક્રિકેટમાં ઊંડો રસ ધરાવતા હતા. ખભા ઉપર તિરંગો ખેસ, ગાલ ઉપર તિરંગો અને હાથમાં તિરંગો ઝંડો અને પીળા રંગની પિપૂડી સાથે ભારતીય ટીમનો ઉત્સાહ વધારી રહેલાં ચારુલતાબહેન બાંગ્લાદેશ સામેની મૅચ દરમિયાન 'ઇન્ટરનેટ સેન્સેશન' બની ગયાં હતાં.કૅમેરા વારંવાર તેમના ઉત્સાહ ઉપર કેન્દ્રીત થતો.હતો 

વર્લ્ડ કપ 2019ની એક મૅચમાં કૅપ્ટન વિરાટ કોહલી તથા 'પ્લેયર ઑફ ધ મૅચ' રોહિત શર્મા ચારુલતા પટેલને પ્રેક્ષકગણમાં મળવા પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

વ્હિલચૅરમાં બેઠેલાં ચારુલતાબહેને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત વર્લ્ડ કપ જીતશે. આ મૅચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને નવ વિકેટે 314 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી

 

સ્પૉર્ટ્સ રિપોર્ટર ગૌરવ કપૂરે ટ્વિટર પર લખ્યું હતું કે 'મૅન ઑફ ધ મૅચ કોણ છે, તેની મને ખબર નથી, પરંતુ આ દાદી ચોક્કસથી ફેન ઑફ ધ મૅચ' છે.

ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધરારવા બદલ કોહલી અને રોહિત શર્માએ આ દાદીની મુલાકાત લીધી હતી. દાદીએ બંનેને બચી ભરી હતી અને તેમને વર્લ્ડ કપ જીતવાના આશીર્વાદ આપ્યા હતા.

(12:13 pm IST)