Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પહોંચી, ૧૮ નવેમ્બરે ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચ

ટી૨૦ વર્લ્ડ કપમાં સેમિપાઈનલ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે : ભારતે આ શ્રેણી માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે, રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ ટીમનો ભાગ નથી

વોશિંગ્ટન, તા.૧૫  : ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ પૂરા થયા બાદ ટીમ ઈન્ડિયા સીધી ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. બંને ટીમો વચ્ચે વનડે અને ટી-૨૦ સીરિઝ રમાવાની છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ભારત અને ન્યુઝીલેન્ડની સફર એકસરખી રહી. સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો. જ્યારે ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું. સુપર-૧૨ પછી બંને ટીમ પોતપોતાના ગ્રુપમાં ટોચ પર હતી.

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ ટી૨૦ સીરિઝથી શરૃ થશે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ ૧૮ નવેમ્બરે રમાશે. આ મેચ વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રમાશે. ભારતે આ શ્રેણી માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ ટીમનો ભાગ નથી.

 

તારીખ    સ્ટેડિયમ        સમય (આઈએસટી)

૧૮ નવેમ્બર      સ્કાય સ્ટેડિયમ, વેલિંગ્ટન        બપોરે ૧૨ વાગ્યે

૨૦ નવેમ્બર      બે ઓવલ, માઉન્ટ મૌંગાનુઇ     બપોરે ૧૨ વાગ્યે

૨૨ નવેમ્બર      મેકલીન પાર્ક, નેપિયર  બપોરે ૧૨ વાગ્યે

ટી૨૦ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, દીપક હુડા, ઋષભ પંત (વિકીઅને વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (ઉદ્ભ), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષલપટેલ, મો. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

 

૨૫ નવેમ્બરથી વનડે શ્રેણી

ટી૨૦ સીરિઝ બાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ પણ રમાશે. તેની પ્રથમ મેચ ૨૫ નવેમ્બરે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. શિખર ધવન વનડેમાં ટીમનું સુકાનીપદ સંભાળશે. આ સીરિઝમાં પણ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓને તક મળી નથી. પ્રવાસની છેલ્લી મેચ ૩૦ નવેમ્બરે રમાશે

તારીખ    સ્ટેડિયમ        સમય (આઈએસટી)

૨૫ નવેમ્બર      ઈડન પાર્ક, ઓકલેન્ડ    સવારે ૭ વાગ્યેે

૨૭ નવેમ્બર      સેડન પાર્ક, હેમિલ્ટન    સવારે ૭ વાગ્યે

૩૦ નવેમ્બર      હેગલે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ       સવારે ૭ વાગ્યે

વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુ. ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

(7:41 pm IST)