Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

આઇસીસીઍ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન કરી જાહેરઃ બે ભારતીય ખેલાડીઓને સ્થાન

નવી દિલ્હીઃ આઇસીસીઍ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ની બેસ્ટ પ્લેઇંગ ૧૧ની જાહેરાત કરી છે. આ ખાસ ટીમમાં આઇસીસીઍ ટીમ ઇન્ડિયાના ૩ ખેલાડીઅોને જગ્યા આપી છે. 
ઇંગ્લેન્ડના ઓપનર્સને પસંદ કર્યા 
જાસ બટલર અને ઍલેકસ હેલ્સને ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ના બેસ્ટ પ્લેઇંગ ૧૧માં ઓપનર તરીકે પસંદ કર્યા છે. ઇંગ્લેન્ડના આ અોપનારોઍ ટી૨૦ વર્લ્ડર્કપ ૨૦૨૨માં ખૂબ જ સારુ પ્રદર્શન કર્યુ હતું. ટીમ ઈન્ડિયા સામે પણ આ બંને ખેલાડીઓઍ પોતાના દમ પર ઇંગ્લેન્ડને ૧૦ વિકેટ હરાવ્યુ હતું.
આ ભારતીયોને ટોપ ઓર્ડર માટે પસંદ કરાયા
આઇસીસીઍ આ ટીમના ટોપ ઓર્ડર માટે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના નામની જાહેરાત કરી છે. વિરાટ કોહલી ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવે પણ ૬ મેચમાં ૨૩૯ રન બનાવ્યા હતા
બોલર તરીકે આ ખેલાડીઓની પસંદગી
ન્યુઝીલેન્ડના ગ્લેન, ફિલિપ્સ, ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝા અને પાકિસ્તાનના સ્પિનર શાદાબ ખાનને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ના આ પ્લેઇંગ ૧૧ના નીચલા ક્રમમાં સ્થાન મળ્યુ છે આ ત્રણેય ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળ રહી હતી.
ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ના બેસ્ટ પ્લેઇંગ ૧૧માં બોલર તરીકે પ્લેયર અોફ ધ ટુર્નામેન્ટનો ઍવોર્ડ જીતનાર ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર સેમ કુરન, સાઉથ આફ્રિકાના ખેલાડી ઍનરિક નોર્ટજે, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના માર્ક વુડ, પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી સ્થાન મેળવવામાં સફળ થયા છે. જયારે હાર્દિક પંડયાને આઇસીસીઍ ૧૨મા ખેલાડી તરીકે સ્થાન આપ્યુ હતું.
આઇસીસીઍ જાહેર કરેલી ટી૨૦ વર્લ્ડકપની બેસ્ટ ટીમ
ઍલેકસ હેલ્સ, જાસ બટલર(કેપ્ટન–વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, શાદાબ ખાન, સેમ કુરન, ઍનરિક નોર્તઝે, માર્ક વૂડ, શાહિન શાહ આફ્રિદી, ૧૨મા ખેલાડી તરીકે હાર્દિક  પંડયા

(4:29 pm IST)