Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

હવે ફૂટબોલ ફીવર છવાશે.. રવિવારથી ફિફા વર્લ્‍ડકપનો પ્રારંભ

આ વખતે આરબ દેશ કતારમાં આઠ સ્‍ટેડીમમાં રમાશે મેચ : ૩૨ દેશો ભાગ લેશે, બ્રાઝિલ-બેલ્‍જીયમ-આર્જેન્‍ટીના-ફ્રાન્‍સ-ઇંગ્‍લેન્‍ડ ટ્રોફી જીતવા ફેવરીટઃભારતમાં ફિફા વર્લ્‍ડ કપના જીવંત પ્રસારણને લગતા આટલા ટાઇમ-સ્‍લોટ રહેશેઃ બપોરે૩.૩૦, સાંજે ૬.૩૦, રાત્રે૩.૩૦ અને મધરાત પછી ૧૨.૩૦ વાગ્‍યાથી. : ભારતીય સમય મુજબ ફિફા વર્લ્‍ડકપનું જીવંત પ્રસારણ બપોરે ૩:૩૦, સાંજે ૬:૩૦, રાત્રે ૯:૩૦ અને ૧૨:૩૦ વાગ્‍યાથી થશે

નવી દિલ્‍હીઃ રમત પ્રેમીઓ ટી૨૦ વર્લ્‍ડ વોરની માયાજાળમાંથી બહાર આવ્‍યા ત્‍યાં હવે તેઓ ફુટબોલ-ફીવરનો શિકાર થશે. રવિવારે આરબ દેશ ક્‍તારમાં શરૂ થનારા ફિફા ફુટબોલ વર્લ્‍ડ કપમાં ૩૨ દેશો ભાગ લેશે અને એમાં ટોચની પાંચ ટીમ બ્રાઝિલ, બેલ્‍જિયમ, આર્જેન્‍ટિના, ફ્રાન્‍સ, ઇંગ્‍લેન્‍ડ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે જ, પાંચ દેશ એવા છે જેમની ટીમને ‘ડાર્ક હોર્સ૩ ગણવામાં આવી રહી છે.

બ્રાઝિલના લેજન્‍ડ કકાના મતે ‘આ વખતનો વિશ્વકપ જીતવા માટે બ્રાઝિલ, આર્જેન્‍ટિના અને ફ્રાન્‍સ ફેવરિટ છે, પરંતુ સર્બિયાની ટીમને ડાર્ક હોર્સ ગણી જ શકાય.'છેલ્લે ૨૦૧૮માં રશિયામાં આયોજીત ફિફા વર્લ્‍ડ કપમાં ફ્રાન્‍સ ચેમ્‍પિયન બન્‍યું હતું અને ક્રોએશિયા રનર-અપ હતું. બેલ્‍જિયમની ટીમ ત્રીજા નંબરે અને ઇંગ્‍લેન્‍ડની ટીમ ચોથા નંબર પર રહી હતી.   (૩૯.૪)

કઇટીમોઆ વખતના ફિફા વર્લ્‍ડ કપમાં રમશે?

ગ્રુપ-એ :  કતાર, ઇક્‍વાડોર, સેનેગલ, નેધરલેન્‍ડ્‍સ.

ગ્રુપ-બી :  ઇંગ્‍લેન્‍ડ,ઇરાન, અમેરિકા, વેલ્‍સ.

ગ્રુપ-સી : આર્જેન્‍ટિના, સાઉદી અરેબિયા, મેકિસકો, પોલેન્‍ઙ

ગ્રુપ-ડી : ફ્રાન્‍સ, ઓસ્‍ટ્રેલિયા, ડેન્‍માર્ક, ટયુનિશિયા.

ગ્રુપ-ઇ : સ્‍પેન, કોસ્‍ટા રિકા, જર્મની, જપાન.

ગ્રુપ-એફ : બેલ્‍જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા.

ગ્રુપ-જી : બ્રાઝિલ, સર્બિયા, સ્‍વિટ્‍ઝરલેન્‍ડ, કેમરુન

ગ્રુપ-એચ :  પોર્ટુગલ, ઘાના,  ઉરૂગ્‍વે, સાઉથ કોરિયા.

(3:21 pm IST)