Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

મેન્‍ચેસ્‍ટર યુનાઇટેડ અને કોચે મને દગો દીધોઃ રોનાલ્‍ડો

કલબની ટીમમાંથી નીકળી જવા મારી સાથે બળજબરી કરવામાં આવી રહી છે

નવી દિલ્‍હીઃ કતારમાં શરૂ થતા ફિફા વર્લ્‍ડકપમાં પોર્ટુગલની ટીમનું નેતૃત્‍વ સંભાળનાર ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડોએ મેન્‍ચેસ્‍ટર યુનાઇટેડ (એમયુ) અને એના કોચ એરિક ટેન હેગ સામે આક્ષેપ કરતા કહયું છે કે આ કલબ-ટીમે અને હેગે મને દગો દીધો છે અને મને આ કલબની ટીમમાંથી નીકળી જવા મારી સાથે તેઓ બળજબરી કરી રહયા છે.

રોનાલ્‍ડોને વર્લ્‍ડકપ પહેલાની એમયુની સતત બીજી મેચની ટીમમાંથી બહાર રાખવામાં આવ્‍યો હતો. રોનાલ્‍ડોએ બ્રિટનની એક ચેનલને આપેલા આ ઇન્‍ટરવ્‍યુમાં જે કંઇ કહયુ છે એના પરથી અટકળ થઇ રહી છે કે તે હવે ફરી એમયુ વતી નહી રમે

(11:56 am IST)