Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

હાર્દિકને બે વર્ષ સુધી કેપ્‍ટન બનાવી નાખો, ટીમમાં ઓલરાઉન્‍ડરોની સંખ્‍યા વધારો

આવતા વર્ષ સુધીમાં એક એવી ટીમ બનાવો જે ૨૦૨૪નો વર્લ્‍ડકપ જીતવા કાબેલ હોયઃ શ્રીકાંત : ટી૨૦ વર્લ્‍ડ કપમાંથી આ શીખવા મળ્‍યુઃ પાકિસ્‍તાન ફકત બોલિંગના જોરે કપ ન જીતી શકે, ભારત માત્ર બેટિંગના બળે કપ ન જીતી શકે. ઇંગ્‍લેન્‍ડ પાસે સારા બેટર્સ, સ્‍પિનર્સ, પેસર્સ, ફીલ્‍ડર્સ અને નસીબ પણ છેઃ મોહમ્‍મદ કૈફ

નવી દિલ્‍હીઃ આગામી શુક્રવારે ન્‍યુઝીલેન્‍ડમાં શરૂ થનારી ટી૨૦ સિરીઝ માટેની ભારતની ટી૨૦ ટીમનું સુકાન સંભાળે એ પહેલા ભુતપૂર્વ ચીફ સિલેકટર કૃષ્‍ણચારી શ્રીકાંતે મહત્‍વનું નિવેદન આપતા કહયુ કે તેમણે ટી૨૦ વર્લ્‍ડકપની સેમી ફાઇનલમાં ભારતના થયેલા કારમા પરાજયને લક્ષમાં રાખીને કહયું કે હું જો અત્‍યારે ચીફ સિલેકટર હોત તો મેં હાર્દિકને ૨૦૨૪ના વર્લ્‍ડકપ સુધીનો ટી૨૦ ટીમનો કેપ્‍ટન ઘોષિત કરી દીધો હોત અને પછી નવી ટી૨૦ ટીમ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી હોત
શ્રીકાંતનું માનવું છે કે બે વર્ષ પછીના વિશ્વકપ માટે અત્‍યારથી ટીમ તૈયાર કરવાની પદ્ધતિ એવી હોવી જોઇએ જેમાં ટ્રાયલ કરતા રહેવું જોઇએ. આ બધુ એક વર્ષ સુધી ભલે ચાલે, પણ ૨૦૨૩માં એવી સ્‍કવોડ બનાવવી જે ૨૦૨૪નો વિશ્વકપ જીતવા કાબેલ હોય. ટીમમાં દીપક હુડા જેવા ઓલરાઉન્‍ડર્સ હોવા જોઇએ

 

(11:20 am IST)