Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ટી૨૦ વર્લ્‍ડકપની મોસ્‍ટ વેલ્‍યુએબલ ટીમમાં કોહલી અને સૂર્યાનો સમાવેશઃ હાર્દિક ૧૨મો ખેલાડી

નવી દિલ્‍હીઃ આઇસીસીએ ટી૨૦ વર્લ્‍ડકપના અંત બાદ હવે મોસ્‍ટ વેલ્‍યુએબલ ટીમ ઓફ ધ ટુર્નામેન્‍ટ જાહેર કરી છે, જેમાં આ વર્લ્‍ડકપમાં હાઇએસ્‍ટ ૨૯૬ રન બનાવનાર વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.
ટુર્નામેન્‍ટના સૌથી એકસાઇટિંગ બેટર સૂર્યકુમાર યાદવને પણ એમાં સમાવાયો છે, પરંતુ ઓલરાઉન્‍ડર હાર્દિક પંડયાને ૧૨મા ખેલાડી તરીકે સામેલ કરાયો છે.
મોસ્‍ટ વેલ્‍યુએબલ ઇલેવનઃ વિરાટ કોહલી(ભારત), સેમ કરેન (ઇંગ્‍લેન્‍ડ), જોસ બટલર(ઇંગ્‍લેન્‍ડ), ગ્‍લેન ફિલિપ્‍સ(ન્‍યુઝીલેન્‍ડ), સૂર્યકુમાર યાદવ (ભારત), શાદાબ ખાન (પાકિસ્‍તાન), એન્રિક નોર્કિયા(સાઉથ આફ્રિકા), માર્ક વુડ(ઇંગ્‍લેન્‍ડ), એલેકસ હેલ્‍સ(ઇંગ્‍લેન્‍ડ), શાહીન શાહ આફ્રિદી (પાકિસ્‍તાન) અને સિકંદર રઝા (ઝિમ્‍બાબ્‍વે). ૧૨મો ખેલાડી હાર્દિક પંડયા

 

(11:20 am IST)