Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી અબુધાબીમાં ટેસ્ટ

બંને ટીમો તમામ તાકાત સાથે મેદાનમાં ઉતરશે : કેન વિલિયમસન-રોસ ટેલર ઉપર તમામની નજર રહેશે

અબુધાબી, તા. ૧૫ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ અબુધાબી ખાતે શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણી પણ રોમાંચક બને તેવી શક્યતા છે. ત્રણ મેચોની વનડે શ્રેણીમાં બંને ટીમો એક-એક મેચો જીત્યા બાદ ટેસ્ટ શ્રેણી પણ રોચક બની શકે છે. ત્રણ મેચોની વનડે શ્રેણીમાં પ્રથમ વનડેમાં ન્યુઝીલેન્ડે ૪૭ રને જીત મેળવી હતી જ્યારે બીજી વનડે મેચમાં પાકિસ્તાને છ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીમાં પાકિસ્તાને ૩-૦થી જીત મેળવી હતી. હવે ટેસ્ટ શ્રેણીમાં પણ બંને ટીમો પોતાની તાકાત દર્શાવવા માટે તૈયાર છે. વનડે શ્રેણી લો સ્કોરિંગ રહ્યા બાદ ટેસ્ટ શ્રેણીમાં આધારભૂત બેટ્સમેનો ઉપર નજર રહેશે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સ પર તમામની નજર રહેશે. આધુનિક સમયમાં તે દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનો પૈકીના એક બેટ્સમેન તરીકે છે. આ ઉપરાંત રોસ ટેલર પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. પાકિસ્તાની કેપ્ટન સરફરાજ એમદના નેતૃત્વમાં ટીમમાં અનેક યુવા ખેલાડીઓ છે તેમાં બાબર આઝમને સૌથી આશાસ્પદ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત અઝહર અલી, બિલાલ આશીફ, ફાઈમ અશરફ, હરીશ સોહેલ, હસન અલી, ઇમામ ઉલ હક પણ પોતાની હાજરી પુરવાર કરવા માટે ઇચ્છુક છે. મોહમ્મદ હાફીઝ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કાર્યક્રમને લઇને અબુધાબીમાં જોરદાર ઉત્સુકતા છે. પાકિસ્તાનમાં ખરાબ સ્થિતિના પરિણામ સ્વરુપે પાકિસ્તાનની તમામ શ્રેણીનું આયોજન સંયુક્ત અરબ અમિરાતમાં કરવામાં આવે છે. અબુધાબી, દુબઈ અને શારજહાંમાં પાકિસ્તાનની મેચો રમાઈ રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે અબુધાબી અને દુબઈના મેદાનો પણ સ્થાનિક મેદાનો બની ગયા છે અને મોટાભાગે પાકિસ્તાનમાં ચાહકો જ વધારે ઉપસ્થિત રહે છે. અબુધાબીમાં રમાનારી મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે. કારણ કે, અનેક ફેવરિટ ખેલાડીઓ મેદાનમાં છે. બંને ટીમો નીચે મજબ છે.

ન્યઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન), બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, મેટ હેનરી, ટોમ લાથમ, હેનરી નિકોલસ, સોઢી, જીત રાવલ, સમર વિલે, ટીમ સાઉથી, રોસ ટેલર, વાગનર અને વેટલિંગ.

પાકિસ્તાન : સરફરાઝ અહેમદ (કેપ્ટન), સાફીક, અઝહર અલી, બાબર આઝમ, બિલાલ આસીફ, ફાઈમ અશરફ, હરીશ સોહેલ, હસન અલી, ઇમામ ઉલ હક, મિર હમઝા, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ હાફીઝ, સાદ અલી, શાહીન આફ્રિદી, નાસીર શાહ.

ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ...

અબુધાબી, તા. ૧૫ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ અબુધાબી ખાતે શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણી પણ રોમાંચક બને તેવી શક્યતા છે. ત્રણ મેચોની વનડે શ્રેણીમાં બંને ટીમો એક-એક મેચો જીત્યા બાદ ટેસ્ટ શ્રેણી પણ રોચક બની શકે છે. ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

   ૧૬-૨૦ નવેમ્બરે અબુધાબીમાં પ્રથમ ટેસ્ટ મેચ

   ૨૪-૨૮ નવેમ્બર દુબઈમાં બીજી ટેસ્ટ મેચ

   ૩-૭ ડિસેમ્બર અબુધાબીમાં ત્રીજી ટેસ્ટ મેચ

(7:55 pm IST)