Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ઓલિમ્પિક્સ સ્થગિત થવાના સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઇ: મેરી કોમ

હું ઘરે તૈયારી કરી રહી છું. એથ્લેટ્સ માટે આ ખરેખર દુ:ખની વાત છે.

નવી દિલ્હી : છ વખતની વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા બોક્સર મેરી કોમે કહ્યું કે, 2020 ની ટોક્યો ઓલિમ્પિક્સ સ્થગિત થવાના સમાચાર સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

 મેરી કોમે કહ્યું, ઓલિમ્પિક્સ મુલતવી રાખવાના સમાચાર સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ સમાચારથી અમને આંચકો લાગ્યો. તે પછી મેં મારા લાઈફ અને દિનચર્યા ને પડકાર આપ્યો છે. તે મારા માટે કંઈ અલગ નહોતું. હું લગભગ 20 વર્ષથી લડતી રહી છું. 

 લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે, પુમા ઇન્ડિયા દ્વારા આયોજીત ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં વાતચીતમાં હતી.

ભારતીય બોક્સરે કહ્યું કે, તે આ વર્ષની શરૂઆતમાં કોરોનોવાયરસ રોગચાળાને કારણે ઓલિમ્પિક મુલતવી રાખવાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કારણ કે તે મેગા રમતો સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી હતી.તેણે કહ્યું, "હું સ્કિપીંગ કરી રહી છું અને હું મારી જાતને સુધારવા માટે ઘરે તૈયારી કરી રહી છું. એથ્લેટ્સ માટે આ ખરેખર દુ:ખની વાત છે."

કોમે એમ પણ કહ્યું હતું કે, તેના પતિ તેણીની શક્તિના આધાર સ્તંભ રહ્યા છે અને હંમેશાં તેમનો સાથ આપે છે.તેમણે કહ્યું, "મારા લગ્ન પછી, મારા પતિ મારા શક્તિનો આધારસ્તંભ રહ્યા છે. તેમણે મને જે ટેકો આપ્યો છે તે ઘણો મોટો છે. તે મારી જરૂરીયાતની તમામ સંભાળ રાખે છે. તે આદર્શ પતિ અને પિતા છે. "

ટોક્યો ઓલિમ્પિક રમતો હવે 23 જુલાઈથી 8 ઓગસ્ટ, 2021 દરમિયાન યોજાશે, જ્યારે પેરાલિમ્પિક્સ 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર, 2021 સુધી યોજાશે.

(12:54 pm IST)