Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પાકિસ્તાનમાં અમને કેદીઓની જેમ રાખવામાં આવેલા : શ્રીલંકા યુવા ખેલાડીઓનો ધડાકો

સુરક્ષાના લીધે ખેલાડીઓને રૂમમાં જ પુરાઈ રહેવુ પડતુ હતું, વિડીયો પણ વાયરલ થયો'તો

કોલંબોઃ ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ ઉપર થયેલ આતંકી હુમલા બાદ૨૦૧૯માં એટલે કે ૧૦ વર્ષ બાદ ફરીથી શ્રીલંકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. પાકિસ્તાન તરફથી શ્રીલંકાના પ્લેયર્સ માટે અભેદ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ઘણો વાઇરલ થયો હતો. પણ શ્રીલંકાની ટીમે ઘરે પહોંચીને મોટો ઘટસ્ફોટ કર્યો છે, અને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં તેઓ કેવી રીતે રહેતાં હતા.

પાકિસ્તાનના એક પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું કે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વા આ બધાથી ખુશ નથી. સિલ્વાનું કહેવું છે કે કડક સુરક્ષાના કારણે શ્રીલંકાની ટીમને પૂરો સમય હોટલનારૂમમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓએ આ સમયની પોતાની નિરાશા વિશે પણ જણાવ્યું, જ્યારે તેઓ પાકિસ્તાનમાંરોકાયા હતા. શ્રીલંકાની ટીમને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ પાકિસ્તાનની સાથે ત્રણ મેચોની સીરીઝ રમવાની છે.

સિલ્વાએ કહ્યુ કે, તેઓ ખેલાડીઓ અને સ્ટાફ સાથે વાત કર્યાબાદ તેની પર કોઈ નિર્ણય લેશે. ટેસ્ટ સીરીઝ જોકે યૂએઈમાં રમાશે, પરંતુ જો શ્રીલંકાની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા માંગશે તો સીરીઝને ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે. સિલ્વાએકહ્યુ કે આ પ્રવાસ પર ત્રણથી ચાર દિવસ રૂમમાં રહીને પરેશાન થઈ ગયા હતા.

(3:15 pm IST)