Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સાઉથ આફ્રિકન મહિલા ટીમનો ભારતીય મહિલા ટીમે કર્યો વાઇટવોશ

મુંબઇઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમને ત્રણ વન-ડે મેચની સીરીઝમાં રમાયેલી છેલ્લી વન-ડેમાં ૬ રનના નજીવા માર્જિનથી માત આપીને સિરીઝમાં ૩-૦થી જીત હાંસલ કરી છે. આ જીત સાથે યજમાને મહેમાનનો વાઇટવોશ કર્યો છે.

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ૪૫.૫ ઓવરમાં માત્ર ૧૪૬ રન કરીને ઇન્ડિયન વુમન્સ ટીમ ઓલઆઉટ થઇ હતી. હરમનપ્રીત કૌરે સૌથી વધુ ૩૮ રન જ્યારે શિખા પાંડેએ ૩૫ રન કર્યા હતા. ભારતની શરૂઆત ઘણી નબળી રહી હતી.અને શરૂઆતથી જ એ વિકેટ ગુમાવતી રહી હતી. યજમાન ટીમનો કોઇ પણ પ્લેયર ૪૦ રનનો આંકડો પાર કરી શકયો નહોતો.

(3:14 pm IST)