Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સૈફ કપ ફાઇનલમાં ભારત-માલદીવ

નવી દિલ્હી: સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન કપની ફાઈનલમાં આવતીકાલે ભારત અને માલદિવ વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાશે. બાંગ્લાદેશના ઢાકામાં ૧૨મો 'સાફ' કપ ચાલી રહ્યો છે અને ભારતીય ફૂટબોલ ટીમ ૧૧ વખત તેમાં ફાઈનલ રમી ચૂકી છે. જ્યારે માલદિવની ટીમ નવ વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશી છે. ભારતને આઠમી વખત ચેમ્પિયન બનવાની આશા છે. ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સાંજે .૩૦ વાગ્યાથી ફાઈનલ શરૃ થશે.ભારતે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન કપમાં અંડર-૨૩ના ખેલાડીઓને તક આપી છે અને ભારતીય ટીમના હેડ કોચ સ્ટેફન કોન્સ્ટાન્ટીનને ખેલાડીઓએ નિરાશ કર્યા નથી. ભારતે સેમિ ફાઈનલમાં પરંપરાગત હરિફ પાકિસ્તાનને -૧થી હરાવ્યું હતુ. જ્યારે માલદિવે નેપાળ સામે વિજય મેળવ્યો હતો

 

(6:10 pm IST)