Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રમત મંત્રી કિરેન રિજિજુએ લોન્ચ કરી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન

નવી દિલ્હી: કેન્દ્રીય રમત પ્રધાન કિરેન રિજિજુએ શુક્રવારે એક ઓનલાઇન કાર્યક્રમ દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનો પ્રારંભ કર્યો હતો જેમાં સરકારી અને ખાનગી સંસ્થાઓ ભાગ લઈ રહી છે. કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય આ રેસ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન દેશભરમાં કરી રહ્યું છે જે 15 ઓગસ્ટથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. કોરોનાને કારણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકાર સહભાગીઓને તેમની સુવિધા અનુસાર ગમે ત્યાં અને ગમે ત્યારે દોડવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.આમાં, સહભાગીઓ તેમની રેસને ઘણા દિવસો સુધી અને જીપીએસની મદદથી વહેંચી શકે છે અને પોતાનું અંતર માપી શકે છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં કોરોનાના સમય દરમિયાન તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ આવે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ સિક્યુરિટી ફોર્સ જેવા સશસ્ત્ર સંગઠનો ભાગ લઈ રહ્યા છે. આ સાથે ભારતીય રેલ્વે, સીબીએસઇ અને આઈસીએસઈ શાળાઓ જોડાશે. ફિટનેસ કોર્પોરેટ્સ પ્રોકમ અને ગોકી પણ તેમાં જોડાશે.

(5:36 pm IST)