Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

વર્લ્ડકપમાં હાર બાદ કોહલીની કેપિટનશી જોખમમાં બીસીસીઆઈ એક્શન મોડમાં :રોહિત બનશે સુકાની

વનડે અને ટી-20 માટે રોહિત શર્મા પર પસંદગીનો કળશ ઠોળાશે

 

મુંબઈ : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ક્રિકેટ ટીમ સેમીફાઈનલમાં હારી જતા બીસીસીઆઈ એક્શન મોડમાં આવી છે.અને કોહલીની કેપિટનશીપ જોખમમાં મુકાઈ છે બીસીસીઆઈ હવે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપમાં મોટા બદલાવો કરી શકે છે.બીસીસીઆઈ રોહિત શર્માને વનડે અને T-20નો કેપ્ટન બનાવી શકે છે જયારે વિરાટ કોહલીને માત્ર ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રાખવામાં આવી શકે છે

  સૂત્રો મુજબ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડકપ અને 2023માં ભારતમાં વનડે વિશ્વકપ રમાશે. BCCIનાં અઘિકારીનાં જણાવ્યાં પ્રમાણે ટીમને સારી બનાવવા માટે ફેરફારની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ શકે છે .

   અધિકારીએ જણાવ્યુ કે સાચો સમય છે કે રોહિત શર્મા 50 ઓવર ફોર્મેટની કેપ્ટનશીપ સંભાળી શકે છે, અને તેના માટે માનસિક રીતે તૈયાર રહે. તેના માટે હાલના કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટને પણ સમર્થન કરવુ જોઈએ

    અધિકારીએ જણાવ્યુ કે હવે સમય જુની વસ્તુઓ પર વાત કરવાનો નથી પરંતુ આગળની તૈયારીઓ કરવાનો છે. સમય છે કે હવે આપણે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નવી રીતે ટીમની તૈયારીઓ પર વિચાર કરવો જોઈએ અને નવી યોજનાઓ બનાવવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ટીમને ફરીવાર બનાવવાની અને કેટલાક વિશેષ બદલાવોની જરૂર છે. રોહિત તેના માટે વિશેષ વિકલ્પ છે.

(11:49 pm IST)