Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

હિંદુ-મુસ્લિમ રમવાનું છોડો અને ક્રોએશિયા પાસેથી કંઇક શીખો: હરભજનસિંહનું ટ્વીટ

માત્ર 50 લાખની વસ્તી ધરાવતો દેશ ક્રોએશિયા ફુટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ગયો

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી હિંદુ-મુસ્લિમની ચર્ચાને લઈને ક્રિકેટર હરભજન સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, હિંદુ-મુસ્લિમ રમવાનું છોડો અને ક્રોએશિયા પાસેથી કંઇક શીખો.  અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 50 લાખની વસ્તી ધરાવતો દેશ ક્રોએશિયા ફુટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ગયો છે. ત્યારે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં પણ આ વાતની ચર્ચા હતી કે, માત્ર 50 લાખની વસ્તી ધરાવતો દેશ ફુટબોલની ફાઇનલ રમી રહ્યો છે અને ભારતમાં હિંદુ-મુસ્લિમ રમાઇ રહ્યું છે. 

  ક્રિકેટર હરભજન સિંહે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટ કરીને લખ્યું કે, 'લગભગ 50 લાખની વસ્તીવાળો દેશ ક્રોએશિયા ફુટબોલ વર્લ્ડ કપમાં ફાઇનલ રમશે અને આપણે 135 કરોડ લોકો હિંદુ-મુસ્લમાન રમી રહ્યાં છીએ. સોચ બદલો દેશ બદલશે.'

(9:57 pm IST)