Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ચેસ કિંગ વિશ્વનાથન આનંદને યુવા અરબપતિએ છેતરપિંડીથી હરાવ્યા : બાદ સોશ્યલ મિડીયામાં માફી માંગી

નવી દિલ્હીઃ ચેસ કિંગ વિશ્વનાથન આનંદને દેશના સૌથી યુવા અરબપતિ નિખિલ કામથે ઓનલાઇન પ્લેટફોર્મ પર છેતરપિંડીથી હરાવી દીધા. સોશિયલ મીડિયા પર લોકોની ટીકા બાદ ઓનલાઇન શેર ટ્રેડિંગ એપ્લિકેશન ઝિરોધાના સહ-સ્થાપક કામથે માફી માંગી છે.

 કોવિડ-૧૯ રાહત ભંડોળ માટે  યોજાયેલી આ મેચમાં વિશ્વનાથન આનંદે અભિનેતા આમિર ખાન, યુઝવેન્દ્ર ચહલ, રિતેશ દેશમુખ સહિત ૧૦ લોકપ્રિય હસ્તીઓની સાથે ચેસ ડોટ કોમ પ્લેટફોર્મ પર ચેસ રમી હતી.

 છેતરપિંડી કરવા બદલ ચેસ ડોટ કોમથી કામથનું પ્રોફાઇલ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું. તેમને નિયમોનું પાલન ન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા. જ્યારે નિખિલ કામથે ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને હરાવ્યા ત્યારે દરેકને આશ્ચર્ય થયું.

 તેમના દ્વારા કોમ્પ્યુટર અને ચેસની ચાલો માટે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાની વાત સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર તેમની નિંદા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે ટ્વીટ કરીને માફી માંગી છે.

(3:55 pm IST)