Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના ફાઇનલ માટે ભારતનો સામનો કરવા ન્યુઝીલેન્ડના ખેલાડીઅોઍ તૈયારી આદરી દીધી

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ આગામી મહિને ઈંગ્લેન્ડમાં World Test Championship ની ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. લગભગ બે વર્ષ દુનિયાના અલગ-અલગ ભાગમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આ બન્ને ટીમો ટાઇટલ માટે ટકરાશે. આ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ તૈયારી શરૂ કરી દીધી છે.

માટી નાખીને કરી રહ્યાં છે પ્રેક્ટિસ

ભારતના સ્પિન બોલર આ સમયે શાનદાર ફોર્મમાં છે. હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યુ હતુ. ત્યારબાદ ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન ડેવોન કોન્વે આગામી મહિને ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં આર અશ્વિન જેવા સ્પિનરોનો સામનો કરવા માટે વિકેટ પર માટી (કિટી લિટર) નાખીને પ્રેક્ટિસ કરી રહ્યો છે.

29 વર્ષી ડેવિડ કોન્વેને 2 જૂનથી ઈંગ્લેન્ડ સામે સરૂ થતી ટેસ્ટ સિરીઝ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ન્યૂઝીલેન્ડની 20 સભ્યોની ટીમમાં રાખવામાં આવ્યો છે. સાઉથમ્પ્ટનમાં 18 જૂને રમાનાર ફાઇનલ પહેલા 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવશે.

કોન્વેએ કહ્યુ કે, કે તે બોલરોના પગના નિશાનથી કઠોર થઈ જનારી પિચ પર પડતી સ્પિન બોલિંગની પ્રેક્ટિસ માટે વિકેટ પર દાણેદાર માટી નાખી રહ્યો છે. તેણે કહ્યુ, તે મુશ્કેલ હોય છે પરંતુ સારૂ છે પ્રેક્ટિસ કરવાનો સમય મળી રહ્યો છે. સ્પિનરોનો સામનો કરવા માટે રણનીતિ બનાવવી જરૂરી હતી અને તે પ્રકારે પ્રેક્ટિસ પણ.

ક્યારે રમાશે World Test Championship ની ફાઇનલ?

 World Test Championship ની ફાઇનલ સાઉથેમ્પ્ટનમાં 18થી 22 જૂન સુધી રમાશે અને ત્યારબાદ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાના છે. ભારતે આ પ્રવાસ માટે 20 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે.

(5:10 pm IST)