Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગાવસ્કરે ચેન્નાઈ, બેંગ્લોર અને દિલ્હીની ટીમના કર્યા વખાણ

IPLમાં આ વખતે ટીમમાં કોઈપણ જાતના ફેરફાર કર્યા વગર ધોનીએ પોતાની ટીમને ટોચના સ્થાને પહોંચાડી

નવીદિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે આઈપીએલ સ્થગીત કરી દેવામાં આવી છે. ત્યારે આ વખતે ચેન્નાઈ, દિલ્હી અને બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી છે.આ અંગે પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે ગત સિઝનમાં ચેન્નાઈની ટીમ તળીયે હતી, જે આ વર્ષે બાઉન્સ બેક કર્યુ  છે. ધોનીની ટીમે સાબિત કરી દીધું છે કે તે અસલી ચેમ્પિયન છે તેની ખાસ વાત એ છે કે ટીમમાં કોઈપણ પ્રકારના ફેરફાર કર્યા વગર.ગાવસ્કરે ધોનીના વખાણ કરતાં કહ્યું કે તેણે મોઈન અલીને ત્રીજા નંબરે બેટીંગમાં ઉતાર્યો તે ટીમ માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. આ સિવાય ઓલરાઉન્ડર સેમ કરનનો પણ સારો ઉપયોગ કર્યો.

(4:00 pm IST)
  • શહીદ વીર ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું દુઃખદ નિધન થયું છે. કોવિડ માંથી સાજા થયા પછી, તેમની સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે તેમનું અવસાન થયું હતું. અભય સંધુ છેલ્લા ઘણા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. access_time 12:11 am IST

  • પશ્ચિમ બંગાળમાં આવતીકાલ રવિવારથી ૧૫ દિવસનું આકરૂ અને સંપૂર્ણ લોકડાઉન : પશ્ચિમ બંગાળમાં આવતીકાલ રવિવારથી ૧૫ દિવસનું આકરૂ અને સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. પશ્ચિમ બંગાળમાં કોરોના બેફામ ફેલાયો છે, હજારો લોકો ભોગ બની રહ્યા છે, ત્યારે આજે મમતા બેનરજીએ ૧૫ દિવસનો સંપૂર્ણ અને આકરા નિઉયમનો સાથેનું લોકડાઉન જાહેર કરી દીધું છે, જેનો અમલ આવતીકાલથી થશે..ન્યૂઝફર્સ્ટ access_time 1:01 pm IST

  • ૧૭ અને ૧૮ મેના રોજ વાવાઝોડાના કારણે અનેક ટ્રેનો રદ : ગુજરાત-સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે તેના પગલે ૧૭ અને ૧૮ મેના રોજ સંખ્યાબંધ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. access_time 10:38 pm IST