Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

એ સમય ભારતીય ક્રિકેટ માટે સૌથી ખરાબ હતો

હરભજને ફરી ગ્રેગ ચેપલના નામનો વિવાદ છેડયો

મુંબઈ :  હરભજન સિંહનું કહેવું છે કે ગ્રેગ ચેપલનો એરા ભારતીય ક્રિકેટ માટે સૌથી ખરાબ સમય હતો. ચેપલે મહેન્દ્ર સિંહ ધોનીને દરેક બોલ બાઉન્ડરીની બહાર ફટકારવાને બદલે ગ્રાઉન્ડમાં રમવાનું કહ્યું હતું. આ વાતથી ખફા થયેલા હરભજને ટ્વીટ કરતાં કહ્યું કે 'તેણે ધોનીને ગ્રાઉન્ડમાં રમવા કહ્યું હતું, કેમ કે કોચ દરેકને ગ્રાઉન્ડની બહાર ફટકારતા હતા. તે એક અલગ જ ગેમ રમી રહ્યો હતો. એ સમય ભારતીય ક્રિકેટ માટે સૌથી ખરાબ સમય હતો.'

 આ પહેલાં ચેપલ ધોનીને મોસ્ટ પાવરફુલ બેટ્સમેન કહીને - સંબોધી ચૂકયો છે. ૨૦૦૫થી ર૦૦૭ સુધી ચેપલ ભારતીય ટીમના કોચપદે રહ્યો હતો.

(1:34 pm IST)