Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સતત બીજી વનડેમાં ભારતીય મહિલા ટીમનો પરાજય ;શ્રેણી ઓસીઝના કબ્જે

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે મેચમાં બારાતનો 60 રને પરાજય

નવી દિલ્હી :ભારતીય મહિલા ટીમનો સતત બીજી વનડેમાં પરાજય થયો છે ત્રણ વનડેની શ્રેણીમાં હવે ઓસ્ટ્રેલિયાએ કબ્જો કર્યો છે સ્મૃતિ મંધાના દ્વારા સારી શરૂઆત અપાવવા છતાં મીડલ ઓર્ડરની નિષ્ફળતાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય મહિલા ટીમને 60 રને પરાજય થયો હતો

   ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 287 રન બનાવ્યા હતા. 288 રનના લક્ષ્‍યાંક સામે ભારતીય ટીમ ૪૯.2 ઓવરમાં 227 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કરનાર ઓસ્ટ્રેલિયન ટીમને ઓપનર નિકોલ બોલ્ટનના 84 રન, એલિસે પેરીના અણનમ 70 રન અને બેથ મૂનીના ૫૬ રનની મદદથી 287 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખા પાંડેએ 61 રન આપી ત્રણ અને પૂનમ યાદવે ૫૨ રન આપી બે વિકેટ ઝડપી હતી.288 રનના ટાર્ગેટ સામે સ્મૃતિ મંધાના અને પૂનમ રાઉતે પ્રથમ વિકેટ માટે 88 રન જોડતાં સારી શરૂઆત અપાવી હતી. સ્મૃતિએ આક્રમક રમત દર્શાવી હતી પરંતુ પૂનમ રાઉતની રમત ઘણી ધીમી હતી.

  સ્મૃતિએ 41 બોલમાં અર્ધી સદી પૂર્ણ કરી ત્યારે પૂનમ રાઉતે 39 બોલમાં નવ જ રન બનાવ્યા હતા. રાઉતની ધીમી બેટિંગને કારણે ભારતીયખેલાડીઓ પર દબાણ વધ્યું હતું. મંધાનાએ આક્રમક બેટિંગ દર્શાવી હતી પરંતુ તે 67 રન બનાવી જોનાસેનનો શિકાર બની હતી.

  મંધાના આઉટ થયા બાદ રાઉત પણ અંગત 27 રન બનાવી રનઆઉટ થઈ હતી. તે પછી કેપ્ટન મિતાલી રાજ 15 રન અને હરમનપ્રીત કૌર 17 રન બનાવી આઉટ થઈ હતી.

દીપ્તિ શર્મા 26 રન, વેદા કૃષ્ણમૂર્તિ બે રનને વિકેટકીપર સુષમા શર્મા આઠ રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. ભારતે 170 રનના સ્કોરે સાત વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે નવમા ક્રમે બેટિંગમાં આવેલી પૂજા વસ્ત્રાકરે 30 રન બમાવતાં ભારતનો સ્કોર 200 રનની પાર પહોંચ્યો હતો.

શિખાએ 15 અને એકતા બિસ્ટે આઠ રન બનાવ્યા હતા. પૂનમ યાદવના રૂપમાં ભારતે અંતિમ વિકેટ ગુમાવતાં 227 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસી. તરફથી જોનાસેને ત્રણ જ્યારે એલિસે પેરી અને વેલિંગ્ટને 2-2 વિકેટ ઝડપી હતી.

(12:27 am IST)