Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ઓસ્ટ્રેલિયાના નાથન લાયન સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

નવી દિલ્હી: હાલમાં ભારતીય ક્રિકેટ મોહમ્મદ શામી વિરૃદ્ધ તેની પત્નીએ અન્ય યુવતીઓ સાથેના સંબંધ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે આવી જ સ્થિતિ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં પણ ઉદભવી છે. 
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ નાથન લાયન તાજેતરમાં જ પોતાની ૧૦ વર્ષ જૂની પાર્ટનર મેલિસા વોર્નગ અને બાળકોને છોડી નવી ગર્લફ્રેન્ડ એમ્મા મૈક્કાર્થી સાથે જોવા મળ્યો હતો. બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં નાથન લાયન એમ્મા એક મ્સ્ઉ કારમાં કિસ કરતા જોવા મળી રહ્યા છે. 
નાથન લાયનના એક નજીકના વ્યક્તિએ આ મામલે જણાવ્યું હતું કે, મેલિસા વોર્િંનગ સાથે તેના સંબંધોનો સંપૂર્ણ રીતે અંત આવ્યો છે. આ અંગે મેલિસાને પ્રશ્ન કરવામાં આવતા તેણે જણાવ્યું કે, 'મે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ તસવીર અંગે માહિતી આપી દીધી છે. આ તસવીર બધુ જણાવી જાય છે. મારા બે બાળકો છે મારે તેમને પ્રાથમિકતા આપવી પડશે. તેમને કોઈપણ પ્રકારના જોખમમાં મુકી શકુ નહીં.' જોકે નાથનના નજીકના વ્યક્તિએ જણાવ્યું કે, 'નાથને કંઈ ખોટુ નથી કર્યું, નાથન અને મેલિસા ઘણા સમય પહેલા અલગ થઈ ગયા હતા. નાથન અને એમ્મા સંબંધ માટે સમર્પિત છે. ઓસી. ક્રિકેટર એમ્માને ઘણો પ્રેમ કરે છે, આ અફેર નથી પરંતુ જગજાહેર કમિટેડ રિલેશનશિપ છે. દરેકને તેની ખબર છે.'

(5:43 pm IST)