Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

શ્રીલંકાના કન્સલ્ટીંગ કોચ બનતો જયવર્દનેઃ આવતા મહિને ચાર્જ સંભાળશે

નવી દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્દને એક, બે નહીં પરંતુ સમગ્ર ૩ ટીમના કોચ બની ગયા છે. તેને શ્રીલંકાની મેન્સ સિનિયર ટીમનો કન્સલ્ટિંગ કોચ બનાવવામાં આવ્યો છે, આ સિવાય તે અંડર-૧૯ અને શ્રીલંકાએ ટીમ સાથે પણ આ ભૂમિકામાં જોડાશે. આ ત્રણ ટીમો સાથે કન્સલ્ટિંગ કોચ તરીકે જયવર્દનેનો કરાર માત્ર આગામી એક વર્ષ માટે છે.  શ્રીલંકા ક્રિકેટે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે ત્રણેય ટીમો સાથે જયવર્દનેનો કાર્યકાળ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી શરૂ થશે.  આ સમય દરમિયાન, તે સિનિયર ટીમ સાથે સંબંધિત તમામ ક્રિકેટ સંબંધિત બાબતોનો હવાલો સંભાળશે અને હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે ખેલાડીઓ અને મેનેજમેન્ટ ટીમને મહત્વપૂર્ણ સૂચનો આપશે.

(2:42 pm IST)