Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રેસલિંગ ફેડરેશને ભૂલ કબૂલતા સુશીલ અને સાક્ષી હવે ગ્રેડ-એમાં સામેલ કરાયા

મુંબઈ :રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)એ સુશીલ કુમાર અને સાક્ષી મલિકનો ગ્રેડ-એમાં સામેલ કરી લીધા છે. બંને ખેલાડીઓને પહેલા ગ્રેડ-બીમાં રખાયા હતા. ફેડરેશનના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે બેઠકમાં ફેડરેશનના બધા અધિકારી એ વાત સાથે સંમત હતા કે બંનેને ગ્રેડ-બીમાં રાખવા જોઈએ નહીં. આ અમારી ભૂલ હતી

  સુશીલે 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2012માં લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા હતા. સાક્ષીએ 2016માં રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો. ગ્રેડ-એમાં સુશીલ અને સાક્ષી સિવાય બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને પૂજા ઢાંડાનો સમાવેશ થાય છે

(8:34 pm IST)