Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારતના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની ક્રિકેટ ફુટબોલ પછી કબડ્ડી રમતો નજર પડ્યો

પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો ક્રિકેટ જ નહીં પણ ફૂટબોલમાં પણ માસ્ટર માનવામાં આવે છે. ભારતીય ફૂટબોલ લીગ ઈન્ડિયન સુપર લીગ (ISL)માં તેની એક ટીમ ચેન્નાઈ એફસી પણ છે. ફ્રેન્ચાઈઝીમાં તે બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન સાથે કોઓનર છે. ક્રિકેટ અને ફૂટબોલ પછી હવે તે કબડ્ડીની નજીક આવતો દેખાય છે.

રીતિ સ્પોર્ટ્સે ટ્વિટર હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો શેર કરી છે. જેમાં લખ્યું છે કે, એમએસ ધોની મુંબઈમાં સેટ પર. તસવીરોમાં ધોની કબડ્ડીમાં હાથ આજમાવતો દેખાય છે. જોકે, તે અહીં તે રમવા માટે નથી ઉતર્યો. આ તસવીર પ્રમોશનલ શૂટની છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હાલ ક્રિકેટમાં આરામ ફરમાવે છે.

ધોનીને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝમાં પસંદ કરવામાં નહોતો આવ્યો અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ તે T20 ટીમનો ભાગ નથી. ધોનીની જગ્યાએ ટીમમાં યુવા ખેલાડી ઋષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતને 3 ટેસ્ટ, 3 વનડે અને 3 T20 મેચોની સીરિઝ રમવાની છે. અહીં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પાછો ફરવાનો છે. તેને પણ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો.

(4:29 pm IST)