Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રોહિત શર્મા માટે શાહરૂખ ગાશે તેની હિટ ફિલ્મનું સોન્ગ !! :રોહિતને પણ ગમતી ફિલ્મ છે બાઝીગર

આઈપીએલ 2019માં યે કાલી કાલી આંખે રોહિત શર્મા માટે લાઈવ ગાશે

મુંબઈ :બાઝીગર ફિલ્મની રિલીઝના 25 વર્ષ પૂર્ણ થવા પર શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો કે જેમાં શાહરૂખે બાઝીગર ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. અને શાહરૂખની આ પોસ્ટના જવાબમાં ક્રિકેટર રોહિત શર્માએ લખ્યું કે બાઝીગર તેની ગમતી ફિલ્મ છે

.ત્યારબાદ શાહરૂખ ખાને રોહિત શર્માને જવાબ આપતા લખ્યું કે તે આઈપીએલ 2019માં બાઝીગર ફિલ્મનું હીટ ગીત યે કાલી કાલી આંખે રોહિત શર્મા માટે લાઈવ ગાશે. શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો છે અને રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. ત્યારબાદ રોહિત શર્માએ શાહરૂખને પોતાની એક વધુ ઈચ્છા જાહેર કરતા લખ્યું કે તેઓ (રોહિત શર્મા) આ લાઈવ સોંગ કોલકાતાના ઈડન ગાર્ડનમાં સાંભળવા માંગે છે.

 

(12:30 pm IST)