Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

ક્લિન સ્વીપની સાથે સાથે...

દિવાળી પહેલા જ ટીમે દિવાળી ઉજવી દીધી

હૈદરાબાદ,તા. ૧૪ : હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવોે ઇતિહાસ સર્જ્યો છે. ભારતે આજે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. ભારતે પૃથ્વી શોના અણનમ ૩૩ અને લોકેશ રાહુલના અણનમ ૩૩ રનની મદદથી આ ટાર્ગેટ પાર પાડીને ૧૦ વિકેટે જીત મેળવી હતી. પૃથ્વી શોએ ચોગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી. પ્રવાસી ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૧૧ રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમે જવાબમાં ૩૬૭ રન બનાવ્યા હતા. ક્લીન સ્વિપની સાથે સાથે નીચે મુજબ છે.

*    વિન્ડિઝ ઉપર ભારતે હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી

*    જીતવા માટેના ૭૨ રન કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા

*    બે ટેસ્ટ મેચોની શ્રેણી ભારતે ૨-૦થી જીતી લીધી

*    રાજકોટ ટેસ્ટમાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૭૨ રને જીત મેળવ્યા બાદ વધુ એક મોટી જીત

*    વિન્ડિઝની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૧૨૭ રન બનાવીને ઓલઆઉટ થઇ

*    ભારત તરફથી ઉમેશે ચાર અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી

*    ઉમેશની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી

*    વિન્ડિઝની ટીમના બેટ્સમેનો બીજી ઇનિંગ્સમાં પણ ફ્લોપ રહ્યા

*    ત્રીજા દિવસે ભારતીય ટીમ ૩૬૭ રનમાં ઓલઆઉટ થઇ

*    ભારતે ગઇકાલે શનિવારે ચાર વિકેટે ૩૦૮ રનથી આગળ રમતા ૨૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી

*    અંતિમ વિકેટની ભાગીદારીમાં અશ્વિન અને શાર્દુલે ૨૮ રન ઉમેર્યા

*    વિન્ડિઝ કેપ્ટન હોલ્ડરે ૨૩ ઓવરમાં ૫૬ રન આપી પાંચ વિકેટ ઝડપી

*    ઋષભ પંત સતત બીજી વખત નર્વસ નાઇન્ટીનો શિકાર થયો

*    હૈદરાબાદમાં બીજી ટેસ્ટના પ્રથમ દિવસે વિન્ડિઝે લડાયક બેટિંગ કરી હતી પરંતુ બીજા દિવસે ટીમ વધુ રન ન ઉમેરી શકી અને ૩૧૧માં ઓલઆઉટ થઇ

*    આ ટેસ્ટ મેચમાં વેસ્ટઇન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

*    ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં રાજકોટ ખાતે જીત મેળવી હતી

*    વિન્ડિઝની ટીમ આ ટેસ્ટ મેચમાં કેટલાક ફેરફાર સાથે ઉતરી છે

*    ભારતીય ટીમે અનુભવી ઝડપી બોલર સામીને આરામ આપીને શાર્દુલને તક આપી હતી

*    ટીમમાં ઇજાગ્રસ્ત રહેલા ખેલાડીની રિકવરીના લીધે વિન્ડિઝ ટીમમાં વાપસી થઇ

*    જોમેન વેરિકનને પણ વિન્ડિઝ ટીમમાં અંતિમ ઇલેવનમાં સામેલ કરાયો

(8:00 pm IST)