Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મહિલા ખેલાડીએ આત્મહત્યા રોકવા માટે બનાવ્યો હતો વીડિયો, પોતે જ કરી લીધી આત્મહત્યા !

આ વીડિયો જલ્દી રીલીઝ થવાનો છે

નવી દિલ્હી, તા. ૧૪: આ વીડિયો જલ્દી રિલીઝ થવાનો છે.  તેના મોત પછી વીડિયોની લોન્ચિંગ ટાળી દેવામાં આવી હતી.  હવે મસારોના પરિવારજનોએ મંજૂરી આપી દીધી છે

ડિપ્રેશન વર્તમાન સમયમાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. મોટા-મોટા સ્ટાર્સ ડિપ્રેશનનાં કારણે પોતાના જીવ લઈ લે છે. આવી જ એક ઘટના સ્ટાર મહિલા એથ્લીટે પોતાને સાથે કરી હતી. WWEની પહેલવાન એશ્લે મસારોએ મે ૨૦૧૯માં આત્મહત્યા કરી લીધી હતી.

ચોંકાવનારી વાત એ છે કે, મસારો આત્મહત્યા પહેલા એક મ્યૂઝિક વીડિયો બનાવી રહી હતી. તે પોતાના વીડિયો દ્વારા લોકોને આત્મહત્યા નહીં કરવાનો સંદેશો આપી રહી હતી. આ વીડિયો તેણે ડિસેમ્બર ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ વચ્ચે શૂટ કર્યો હતો. આ પછી ચાર મહિના પછી પોતે જ આત્મહત્યા કરી લીધી હતી.

અશ્લે મસારાનો આ વીડિયો જલ્દી રિલીઝ થવાનો છે. તેના મોત પછી વીડિયોની લોન્ચિંગ ટાળી દેવામાં આવી હતી. જોકે હવે મસારોના પરિવારજનોએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે આ વીડિયો રિલીઝ થશે. મસારોએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હતી. મસારો WWE રેસલર હોવાની સાથે-સાથે એક મોડલ પણ હતી. તેના લાખો પ્રશંસક છે. મસારો પાતાની પાછળ એક પુત્રી છોડી ગઈ છે.

(4:06 pm IST)