Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

વિશ્વકપ ચેમ્પિયન ટીમને 28 કરોડ અને સોના- ચાંદીની 11 કિલોની ટ્રોફી :રોહિત શર્મા સહિત 6 ખેલાડી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં

સ્ટાર્ક સતત બીજા વિશ્વકપમાં નંબર એક બોલર;ગોલ્ડન બેટમાં રોહિત સૌથી આગળ

આઈસીસી વિશ્વકપની લંડનના લોર્ડ્સ મેદાન પર યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ છે બંન્ને ટીમોની પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવા પ્રયાસ કરી રહી છે વિજેતા બનેલી ટીમને ઈનામ તરીકે 28 કરોડ રૂપિયા મળશે જયારે ફાઇનલમાં હારનારી ટીમને 14 કરોડ રૂપિયા મળશે. ચેમ્પિયન બનેલી ટીમને સોના-ચાંદીથી બનેલી 11 કિલોની ટ્રોફી પણ અપાશે 

  મેન ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડની રેસમાં રોહિત શર્મા, શાકિબ અલ હસન, મિશેલ સ્ટાર્ક, જો રૂટ, કેન વિલિયમસન અને જોફ્રા આર્ચર સામેલ છે જયારે ગોલ્ડન બેટની રેસમાં રોહિત સૌથી આગળ છે. તેણે ટૂર્નામેન્ટમાં કુલ 648 રન બનાવ્યા છે. બીજા સ્થાન પર ડેવિડ વોર્નર છે. જેણે 647 રન બનાવ્યા છે. 

   બોલિંગમાં સ્ટાર્કને ગોલ્ડન બોલ મળવો નક્કી છે. તેના નામે 27 વિકેટ છે. બીજા સ્થાન પર રહેલા મુસ્તફિઝુર રહમાનની 20 વિકેટ છે, પરંતુ તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ત્રીજા સ્થાન પર જોફ્રા આર્ચર છે, જેના નામે 19 વિકેટ છે. સ્ટાર્કને પાછળ છોડવા માટે તેણે એક મેચમાં 9 વિકેટ ઝડપવી પડશે, જે અશક્ય કામ છે. સ્ટાર્કે 2015ના વિશ્વ કપમાં સૌથી વધુ 22 વિકેટ ઝડપી હતી.

  વિશ્વ કપની ટ્રોફીનું વનજ 11 કિલો હોય છે. આ સોના અને ચાંદીની બને છે. તેની ઉંચાઈ 60 સેન્ટીમિટર હોય છે. તેને બનાવવામાં આશરે બે મહિનાનો સમય લાગે છે. તેમાં એક ગ્લોબ હોય છે, જે સોનાનો બનેલો હોય છે. આ ગ્લો 3 મોટા સ્તંભના સહારે ટકેલો હોય છે. આ 3 સ્તંભોનો આકાર સ્ટમ્પ અને બેલ્સની જેમ હોય છે. આ ટ્રોફીને પ્રથમવાર 1999મા બનાવવામાં આવી હતી. આ ટ્રોફીની વાસ્તવિક પ્રતિ આઈસીસી પોતાની પાસે રાખે છે, જ્યારે વિજેતાને રેપ્લિકા આપવામાં આવે છે.

 વિશ્વ કપની કુલ પ્રાઇઝ મની એક કરોડ ડોલર (આશરે 70 કરોડ રૂપિયા) છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની કુલ પ્રાઇઝમ મનીથી આશરે 15 કરોડ રૂપિયા વધુ છે. આઈપીએલ-12ની કુલ પ્રાઇઝ મની 55 કરોડ રૂપિયા હતી. આ વખતે ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડ રૂપિયા મળ્યા હતા.

ચેમ્પિયન્સ લીગ વિશ્વની સૌથી મોટી ફુટબોલ લીગ છે. તેની વિજેતા ટીમને ઈનામ તરીકે 150 કરોડ રૂપિયા આપવામાં આવે છે. અમેરિકામાં યોજાનારી બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ એનબીએના ચેમ્પિયનને 139 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ બંન્નેની તુલનામાં વનડે વિશ્વ કપ ચેમ્પિયનને ઘણો ઓછા રૂપિયા મળે છે. 

(5:28 pm IST)