Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

વિશ્વકપની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બને તેવી શકયતા

રવિવારે માન્ચેસ્ટરમાં વરસાદ થવાની 75 ટકા શકયતા ;હવામાન વિભાગ

 

નવી દિલ્હી :વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનના મેચની આતુરતા પૂર્વક ક્રિકેટ રસિકો રાહ જોઈ રહ્યાં છે ત્યારે ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે નિરાશાજનક અહેવાલ મળે છે રવિવારે માન્ચેસ્ટરમાં વરસાદ થવાની શક્યતા છે

 . હવામાન વિભાગ મુજબ રવિવારે માન્ચેસ્ટરમાં વરસાદ થવાની 75 ટકા શક્યતા છે. માન્ચેસ્ટરમાં સવારથી લઇને સાંજ સુધી ત્રુટક-ત્રુટક વરસાદ થતી રહેશે. તેવામાં અત્યારે બે વિકલ્પ છે. એક તો મેચ થશે, પરંતુ તેને અધવચ્ચે રોકવાની ફરજ પડે. બીજુ, મેચ રદ્દ કરવા પડે.

   એક્યુવેધરનાં જણાંવ્યા પ્રમાણે માન્ચેસ્ટરમાં 16 જુને દિવસભર વાદળો ઘેરાયેલા રહેશે. સવારે 9 વાગ્યે, 11 વાગ્યે અને બપોરે 3 વાગ્યે વરસાદની શક્યતા છે. જો અનુમાન પ્રમાણે થશે તો  મેચ સમય કરતા મોડી શરૂ થશે. તેમજ વચ્ચે-વચ્ચે વરસાદ વિલન બનશે. સૌથી મોટી વાત છે કે જુન મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વરસાદ માન્ચેસ્ટર શહેરમાં પડ્યો છે. મહિને માન્ચેસ્ટરમાં 71 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે.

 

(12:10 am IST)