Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

બે નવા બોલથી આપણે વધુ ૪૦૦૦ રન કરી શકયા હોત

સચિનના પ્રશ્નનો જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું : આ ઓપનીંગ જોડી સામે અન્ય કોઇપણ ઓપનરોએ ૬ હજારનો આંકડો વટાવ્યો નથી : આઇસીસી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમની સફળ જોડીમાંની એક સૌરવ ગાંગુલી અને સચિન તેન્ડુલકરની છે. તેમણે ૧૭૬ મેચમાં ઓપનિંગ પાર્ટનરશિપ કરી કુલ ૮૨૨૭ રન બનાવ્યા છે. જોકે ગાંગુલીનું આ બાબતે સચિનને કહેવું છે કે બે નવા બોલથી આપણે વધારે ૪૦૦૦ રન કરી શકયા હોત. આઇસીસી દ્વારા જણાવ્યું હતું કે આ ઓપનિંગ જોડીની સામે બીજી કોઈ પણ ઓપનિંગ જોડી ૬૦૦૦ રનનો આંકડો પણ પાર કરી શકી નથી. આઇસીસીની આ ટ્વીટની જાણ જેવી સચિને થઈ એવી તરત જ તેણે ટ્વીટ કરીને ગાંગુલીને કહ્યું કે , દાદી, આ વાતે  જે આપણને કેટલીક સારી યાદો પાછી યાદ અપાવી. તને શું લાગે છે આપણે રિંગની બહાર ચાર ફીલ્ડર અને બે નવા બોલથી કેટલા  રન વધારે કરી શકયા હોત? સચિને કરેલા આ પ્રશ્નના જવાબમાં ગાંગુલીએ કહ્યું, વધુ ૪૦૦૦ રન, બે નવા બોલથી. વાહ... પહેલી જ ઓવરમાં બાઉન્ડરી પરથી કવર ડ્રાઇવ મારવાની મજા જ આવી જાય.

(3:45 pm IST)