Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

નડાલને પછાડીને ફેડરર બન્યો નંબર વન ટેનિસ ખેલાડી

નવી દિલ્હી:મેડ્રિડ ઓપનના ક્વાર્ટરફાઇનલમાં મળેલ હાર પછી રાફેલ નડાલે પોતાની ટોપની રેન્કિંગ પણ ગુમાવી દીધી છે. અને ટોપ પર ધુરંધર રોજર ફેડરર એક વાર ફરી નંબર વન ટેનિસ ખેલાડીનું સ્થાન મેળવ્યું છે. ફેડરર માર્ચ પછી ટેનિસ કોર્ટમાં એકવાર પણ ઉતર્યો નથી તેમ છતાં પણ તાજેતરના એટીપી રેન્કિંગમાં ટોપનું સ્થાન મેળવ્યું છે.

પૂર્વ વિશ્વ નંબર એક નોવાક જોકોવિકને મેડ્રિડ માસ્ટર્સના બીજા રાઉન્ડમાં હાર મળતા તેની રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે.12માં સ્થાન પનથી 18મુ સ્થાન મેળવ્યું છે. મેડ્રિડ ઓપનમાં જીતનાર અલેકજેન્ડર જવેરેવાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.

(5:18 pm IST)