Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ઈન્ડિયન સુપર લીગની ફાઇનલમાં ચૈન્નાઈયન એફસી

નવી દિલ્હી: ચૈન્નાઈયન એફસીએ ગોવાને સેકન્ડ લેગ સેમિ ફાઈનલમાં ગોવા ફૂટબોલ કલબને ૩-૦થી હરાવીને ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ચેન્નાઈયન એફસી અને ગોવા એફસી વચ્ચેનો ફર્સ્ટ લેગનો મુકાબલો ૧-૧થી ડ્રો રહ્યો હતો. આમ બંને લીગનો સ્કોર ભેગો કરતાં ચેન્નાઈયન ૪-૧થી વિજેતા બન્યું હતુ. હવે શનિવારે રમાનારી ફાઈનલમાં ચેન્નાઈયનની ટક્કર બેંગાલુરુ સામે થશે.

(6:23 pm IST)
  • મોરબીમાં ખાનગી શાળામાં પરિક્ષા આપી રહેલ વિદ્યાર્થીની બેભાન બની જતાં ૧૦૮ દ્વારા ટૂકી સારવાર અપાઈ બાદમાં પરીક્ષા ખંડમાં પરીક્ષા દેવા માટે બેસાડવામાં આવી access_time 5:14 pm IST

  • અરૂણાચલ પ્રદેશના તોતિંગમાં ભારતીય વાયુસેનાનું ગ્લોબમાસ્ટર સી-17 વિમાને ઐતિહાસીક લેન્ડિંગ કર્યું. આ વિસ્તાર ચીનની સરહદની નજીક છે. અમેરિકા નિર્મિત આ વિમાનનું ઉંચાઇવાળા વિસ્તારમાં કરવામાં આવેલું લેન્ડિંગ ભારતીય વાયુસેનાના સરહદી વિસ્તારમાં એક મજબૂત ડગ સમાન જોવામાં આવી રહ્યું છે. access_time 12:59 am IST

  • કોલકત્તાની એક ગર્લ્સ સ્કૂલમાં 8 માર્ચ મહિલા દિનના દિવસે જ 10 વિદ્યાર્થિનીઓ પાસે લેખિતમાં લેવામાં આવ્યું કે તેઓ લેસ્બિયન(સજાતીય) છે. આ મુદ્દે વાલીઓએ હેડમિસ્ટ્રેસને સોમવારે મળીને હોબાળો મચાવ્યો હતો. શાળાનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓને સાચા માર્ગે લઇ જવામાં આવે. વિદ્યાર્થિનીઓ ક્લાસમાં ખૂબ મસ્તી કરી રહી છે. access_time 12:58 am IST