Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

એશિયન પેરા ગેમ્સમાં બેડમિંટનમાં ભારતને ગોલ્ડ

નવી દિલ્હી: પેરા બેડમિંટનમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખેલાડી પારૃલ પરમારે જકાર્તામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન પેરા ગેમ્સના સાતમા દિવસે ભારતીય ખેલાડીઓએ ચાર ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાસલ કરી હતી. ચેસમાં કે. જેનિથા એન્ટો અને કિશન ગાંગોલીએ તેમજ જેવલીન થ્રોમાં નીરજ યાદવે એફ૫૫ કેેટેગરીમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. સાથે પેરા એશિયાડમાં ભારતના ૧૩ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ થઈ ગયા છે. જ્યારે ભારતની પેરાલિમ્પિક મેડાલીસ્ટ દીપા મલિકને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ગુજરાતની આંતરરાષ્ટ્રીય પેરા બેડમિંટન ખેલાડી પારૃલ પરમારે અહીં ચાલી રહેલી પેરા ગેમ્સમાં મહિલાઓની એસએલ-કેટેગરીની સિંગલ્સ બેડમિંટન ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી. પારૃલે ફાઈનલમાં થાઈલેન્ડની વેન્ડી કામતામને ૨૧-૯, ૨૧-૫થી આસાનીથી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.પારૃલે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંગલ્સ કેટેગરીમા અને ડબલ્સ કેટેગરીમાં બેવડા ગોલ્ડ મેડલ જીત્યા હતા. ચેસમાં ભારતીય ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ સાથે ડબલ ગોલ્ડની સિદ્ધિ હાંસલ કરી હતી. ક. જેનિથા એન્ટોએ મહિલાઓની વ્યક્તિગત રેપિડ પીવન ચેસ ઈવેન્ટમાં વિજય મેળવ્યો હતો. તેણે ફાઈનલમાં ઈન્ડોનેશિયાની માનુરુંગ રોસલીન્ડાને હરાવી હતી. જ્યારે પુરુષોની વ્યક્તિગત રેપિડ ચેસની વીવન - બીટુ/બીથ્રી કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હો. તણે માજીદ બાઘેરીને હરાવ્યો હતો. રેપિડ પીવન ઈવેન્ટમાં શરીરિક રીતે મર્યાદિત મુવમેન્ટ ધરાવતા ખેલાડીઓ ભાગ લેે છે. જ્યારે વિવન-બીટુ/બી૩ ઈવેન્ટમાં આંશિક દ્રષ્ટી ક્ષમતા ધરાવતા ખેલાડીઓ ભાગલેછે. જેવલીન થ્રોમાં ભારતના નીરજ યાદવે જેવલીન થ્રો એફ૫૫ કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો હતો. જ્યારે હેમર થ્રો જેવી કલબ થ્રોની ઈવેન્ટમાં ભારતના એસએઆઇના કોચ અમિત સરોહાએ ગોલ્ડ અને ઈવેન્ટમાં ભારતના ધર્મવિરે સિલ્વર મેડલ જીત્યો હતો.

(5:18 pm IST)