Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

વિન્ડીઝ ૩૧૧માં ઓલઆઉટ : ઉમેશને ૬ વિકેટો : ભારત - ૧૭૫/૪

હૈદ્રાબાદ ટેસ્ટ દિવસ-૨ : ચેઝની સદી : કેપ્ટન હોલ્ડરે પણ ફિફટી ફટકારીઃ પૃથ્વી શોની ફરી એક વખત તોફાની ફિફટી : લોકેશ અને પૂજારા ફેઈલ : વિરાટ ૪૫ રને આઉટ : રહાણે - ૨૧, રિષભ પંત ૯ રને દાવમાં

હૈદ્રાબાદ, તા.૧૩ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ બીજા ટેસ્ટમાં બીજા દિવસે સવારે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવે તરખાટ મચાવ્યો હતો અને ૬ વિકેટો ખેરવી લીધી હતી. વિન્ડીઝની આખી ટીમ ૩૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેટ્સમેન ચેઝે સદી અને કેપ્ટન હોલ્ડરે ફીફટી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયા વતી  ઝડપી બોલર ઉમેશ યાદવે પોતાના કેરીયરની સૌથી સારી બોલીંગ કરતાની સાથે ૮૮ રનમાં ૬ વિકેટો મેળવી હતી. જયારે વિન્ડીઝ બેટ્સમેન ચેઝ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો અને તે ૮ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૦૬ રન ફટકાર્યા હતા. જયારે કેરેબીયન કેપ્ટન હોલ્ડરે ફિફટી ફટકારી હતી. વિન્ડીઝની આખી ટીમ ૧૦૧.૪ ઓવરમાં ૩૧૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગયુ હતું. ટીમ ઈન્ડિયાના બોલરો ઉમેશ યાદવ - ૬, અશ્વિન - ૧ અને કુલદીપ યાદવે ૩ વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ દાવમાં ઉતરતા ઓપનીંગ બેટ્સમેન અને રાજકોટ ટેસ્ટમાં પદાર્પણ કરનાર પૃથ્વી શોએ બીજા ટેસ્ટમાં પણ ફાસ્ટ ઈનીંગ રમી હતી. પરંતુ લોકેશ રાહુલ સતત બીજા ટેસ્ટમાં પણ ફલોપ રહ્યો હતો. માત્ર ૪ રન બનાવી હોલ્ડરની બોલીંગમાં બોલ્ડ થઈ ગયો હતો. જયારે પૃથ્વી શોએ માત્ર ૫૩ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૭૦ રન બનાવ્યા હતા. જો કે ભારતીય ટીમના આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા માત્ર ૧૦ રન બનાવી શકયો હતો. જયારે કેપ્ટન વિરાટ ૪૫ બનાવ્યા હતા. આ લખાય છે ત્યારે અજિંકય રહાણે ૨૫ અને રીષભ પંત ૨૦ રને દાવમાં છે. ૫૨ ઓવરમાં ભારતે ૪ વિકેટના ભોગે ૧૯૦ રન બનાવ્યા છે. (૩૭.૨૧)

(3:39 pm IST)