Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

રેન્કિંગમાં કોહલીએ નંબર-1નું સ્થાન ગુમાવ્યું: સ્ટીવન સ્મિથ પહોંચ્યો ટોચે

જોની બેયરસ્ટો નાવમાં સ્થાને પહોંચ્યો : જેમ્સ એન્ડરસન બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર યથાવત

 

આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં કોહલીએ પ્રથમ સ્થાન ગુમાવ્યું છે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ હાર્યાના એક દિવસ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વધુ એક ઝટકો લાગ્યો છે. તે આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને સરક્યો છે કોહલીને ટોપ પરથી બેદખલ કરનાર સ્ટીવન સ્મિથ ચાર મહિનાથી કોઇ ટેસ્ટ મેચ રમ્યો નથી.ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ મામલામાં તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.

  આઈસીસીએ  રેન્કિંગ જાહેર તેમાં કોહલીને લોર્ડ્સની નિષ્ફળતાનું પણ નુકસાન ભોગવવું પડ્યું છે. કોહલીએ આ મેચની બે ઈનિંગમાં માત્ર 40 રન બનાવ્યા હતા. કોહલીના આઈસીસી રેટિંગમાં 919 અંક છે. જ્યારે સ્મિથના 929 અંક છે. ટોપ-10માં બે ફેરફાર થયા છે. લોર્ડ્સમાં 93 રન ફટકારનાર જોની બેયરસ્ટો ત્રણ સ્થાન આગળ વધીને 9માં સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો ડીન એલ્ગર એક સ્થાન નીચે ખસકીને 10માં સ્થાન પર આવી ગયો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ત્રીજા અને ચેતેશ્વર પૂજારા છઠ્ઠા સ્થાને યથાવત છે. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં 149 અને 51 રનની ઈનિંગની મદદથી નંબર-1 બન્યો હતો. 

  ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર યથાવત છે. તેણે લોર્ડ્સ ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનને કારણે તેણે 900 રેટિંગ પોઇન્ટ હાસિલ કર્યા છે. તે આમ કરનારો ઈંગ્લેન્ડનો સાતમો બોલર છે. ઈંગ્લેન્ડના કોઇ ખેલાડી 38 વર્ષ બાદ 900 રેટિંગ પોઇન્ટ પર પહોંચ્યો છે. આ પહેલા સિડની બાર્નેસ (932), જોર્જ લોહમન (931), ટોની લોક (912), ઇયાન બોથમ (911), ડૈરેડ અંડરવુડ (907) અને એલેક બેડસેર (903)900 રેટિંગ પોઇન્ટ હાસિલ કર્યા હતા. 

(12:26 am IST)