Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ફાઈનલમાં સ્ટીફંસને હરાવી હાલેપે રોજર્સકપનો મહિલા સિંગલ ખિતાબ જીતી લીધો

વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી સિમોના હાલેપે ફરી વાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. રોમાનિયાની 26 વર્ષની હાલેપે મહિલા સિંગલ વર્ગના ફાઇનલમાં અમેરિકાની સ્લોઆને સ્ટીફંસને હરાવી રોજર્સ કપનું ટાઈટલ પોતાના નામે કરી લીધુ છે. હાલેપે સ્ટીફંસને 7-6 (6), 3-6, 6-4થી હાર આપી હતી. તેની સાથે જ હાલપે આ વર્ષે ત્રીજા ટાઈટલ પર કબ્જો જમાવ્યો છે.

(8:26 pm IST)