Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

નડાલે સિટસિપાસને હરાવી રોજર્સ કપટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાના નામે

વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી રાફેલ નડાલે રોજર્સ કપ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. નડાલે રાજર્સ કપની ફાઈનલમાં ગ્રીસના 20 વર્ષીય ખેલાડી સ્ટેફાનોસ સિટસિપાસને 6-2, 7-6 (7-4)થી હરાવી ટાઈટલ પોતાના નામે કરી લીધુ છે. નડાલે આ વર્ષે 5માં ટાઈટલ પર પોતાનો કબજો જમાવ્યો છે. તેમજ પોતાની કરિયરનું 80 ટાઈટલ પોતાના નામે કર્યુ હતુ.

(8:25 pm IST)