Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભારતીય દોડવીર દુતી ચંદ 200 મીટર રસ સ્પર્ધામાં પાંચમા ક્રમે રહી :23;30 સેકન્ડનો સમય લીધો

૨૦૦ મીટરમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૩.૦૦ સેકેન્ડનું છે.

ભારતીય દોડવીર દુતી ચંદ વર્લ્ડ યુનિવર્સીટી રમતોની ૨૦૦ મીટર રેસ સ્પર્ધામાં શુક્રવારે પાંચમાં સ્થાન પર રહી હતી. માત્ર ત્રણ દિવસમાં પોતાની પાંચમી રેસ્ટમાં ભાગ લઇ રહેલા દુતી ચંદે ૨૩.૩૦ સેકેન્ડનો સમય લીધો જે એપ્રિલમાં એશિયન ચેમ્પિયનશીપ (૨૩.૩૪ સેકેન્ડ) ના તેમના પ્રદર્શનથી ખરાબ રહ્યું હતું. ૨૦૦ મીટરમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૩.૦૦ સેકેન્ડનું છે.

૨૩ વર્ષની આ દોડવીરે ત્યાર બાદ ચારગણું ૧૦૦ મીટર રીલે દોડમાં ભાગ લીધો પરંતુ આ સ્પર્ધામાં ભારતીય ચૌક્રડી ૪૬.૨૩ સેકેન્ડના સમય સાથે પોતાની હીટમાં છઠ્ઠા અને ઓવરઓલ ૧૩ માં સ્થાન પર રહી હતી.

ભારતીય પુરુષ ટીમ ચાર ગુણા ૧૦૦ મીટર રીલે રેસમાં ૪૦.૭૩ સેકેન્ડ સમયની સાથે હીટમાં ચોથા અને કુલ ૧૧ માં સ્થાન પર રહી હતી. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક દુતી ચંદ મંગળવારે ૧૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતી આ રમતમાં ટોપ રહેનારી પ્રથમ ભારતીય મહિલા ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બની હતી.

(1:17 pm IST)