Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

યુવરાજને મેદાન પર વિદાય મળવી જોઈતી હતી : કપિલ દેવ

મારી ઓલટાઈમ ઈલેવન વન-ડે ટીમમાં સમાવેશ કરીશ : આપણા દેશમાં યુવરાજ જેવા લીડર જોઈએ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પહેલા વર્લ્ડ કપ અપાવનાર ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવની ખંજનું કહેવું છે કે તેઓ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ને ભારતની પોતાની ઓલ ટાઇમ બેસ્ટ ઇલેવનમાં જગ્યા આપશે અને તેના મેદાન પર વિદાય મળવી જોઈતી હતી. વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ માં ભારતના સૌથી શાનદાર ઓલરાઉન્ડર સ માંથી એક યુવરાજે  ઇન્ટરનેશનલ ક્રિકેટ માંથી રિટાયર થવાની જાહેરાત કરી હતી. કપિલ દેવે કહ્યું, હું કહેવા ઇચ્છું છું કે યુવરાજ ઘણો શાનદાર ખેલાડી છે. જો હું ભારતની મારી ઓલટાઇમ ઇલેવન વનડે ટીમ બનાવવી તો યુવરાજને એમાં જરૂર સામેલ કરીશ, કારણ કે તે એક શાનદાર ખેલાડી રહ્યો છે. યુવરાજ જેવા ખેલાડીને મેદાન પર વિદાય મળવી જોઈએ. હું એ જોવા ઇચ્છીશ કારણ કે તેણે શાનદાર રમત રમી છે. આપણે  દેશમાં યુવરાજ જેવા લીડર જોઈએ, કારણ કે આવનારી જનરેશન તેને આદર્શ માને છે અને તેણે પોતાના કરીઅરમાં જે સફળતા મેળવી છે એના માટે હું તેને અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું.

(3:41 pm IST)