Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

શિખર ધવનનું ટ્વિટ

'હમ પરો સે નહિં, હૌંસલો સે ઉડતે હૈ'

નોટિંગહેમ : ઓછામાં ઓછી ૩ મેચ ગુમાવનારા ભારતના ઇન્જર્ડ ઓપનર શિખર ધવન ટવિટર પર મોટિવેશનલ કવિતા પોસ્ટ કરીને ઈશારો કર્યો હતો કે તેના માટે વર્લ્ડ કપ પૂરો થયો નથી. તેનું મનોબળ મક્કમ છે, તેણે હાર

માની નથી. તે ફીટ થયા પછી બાકીની મેચોમાં કમબેક કરશે. શિખરને ડાબા હાથના અંગૂઠામાં હેરલાઈન ફેકચર થયું હોવાથી ન્યુઝીલેન્ડ સામેની આજની મેચ, પાકિસ્તાન સામે ૧૬ જૂને અને અફઘાનિસ્તાન સામે ૨૨ જૂનની મેચમાં નહીં રમી શકે. તે ડોકટર ની દેખરેખ હેઠળ રહેશે અને ટીમ સાથે ટ્રાવેલ કરવાનું ચાલુ રાખશે. દિલ્હીના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત અને તેના સ્થાને બોલાવવામાં આવ્યો છે.

૩૩ વર્ષના ધવને ટ્વિટર પર લિજેન્ડરી ઉર્દુ કવિ રાહત ઇન્દોરી પંકિતઓ પોસ્ટ કરી હતી જે આ મુજબ છેઃ

'કભી મહક કી તરહ હમ ગુલોં સે ઊડતી હૈ.

કભી ધું કી તરહ હમ પર્વતો સે ઊડતી હૈ.

મેં કૈચિયાં હમે ઉડને સે ખાક રોકેંગી..

કી હમ પરોં સે નહીં, હોંસલો સે ઉડતી હે...'

(3:25 pm IST)