Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

આઇપીએલ મેચમાં ૩ વિવાદઃ પોલાર્ડની અમ્‍પાયર સામે ટક્કર, ઇયાન બિશપે ફેન્સની માફી માંગી અને ધોની રનઆઉટ

હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનનો ફાઇનલ મેચ રોમાંચની હદ સુધી પહોંચ્યો અને અંતિમ બોલ પર મેચનું પરિણામ આવ્યું. મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને આઈપીએલ ટાઇટલ પોતાના નામે કર્યું. ચાર વખત આઈપીએલ ટ્રોફી જીતનારી મુંબઈ પ્રથમ ફ્રેન્ચાઇઝી ટીમ બની ગઈ છે. ફાઇનલ મેચ દરમિયાન, કેટલિક એવી ક્ષણ આવી, જેના પર વિવાદ ઉભો થયો. ચાલો અમે તમને જણાવીએ છીએ આઈપીએલ ફાઇનલ મેચના ત્રણ વિવાદ જે હંમેશા રાખવામાં આવશે યાદ...

1. પોલાર્ડની અમ્પાયર સામે ટક્કરઃ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પોલાર્ડે સૌથી વધુ રનનું યોગદાન આપ્યું. પોલાર્ડે અણનમ 41 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની અંતિમ ઓવરમાં પોલાર્ડ સતત વાઇડની લાઇન તરફ જતો હતો અને બ્રાવોએ વાઇડ લાઇન બહાર સતત ત્રણ બોલ ફેંક્યા. પ્રથમ બોલ પોલાર્ડના બેટ પર આવ્યો પરંતુ બાકી બે બોલ અમ્પાયર નિતિન મેમને વાઇન ન આવ્યા. ત્રીજા બોલ પર પોલાર્ડ હતાશ થયો અને તેણે કંઇપણ બોલ્યા વગર હવામાં બેટ ઉછાળ્યું હતું. બ્રાવો ત્યારબાદ જ્યારે ચોથો બોલ ફેંકવા તરફ આગળ વધ્યો તો પોલાર્ડ સ્ટમ્પ ખાલી છોડી દીધી અને વાઇડ લાઇન તરફ આગળ વધી ગયો. બોલ ફેંકવા જતા બ્રાવોએ રોકાવું પડ્યું અને બધા ચોંકી ગયા, અંતે શું થઈ રહ્યું છે. રમત ભારનાથી વિપરીત વર્તન માટે સ્ક્વેર લેગ અમ્પાયર ઇયાન ગોલ્ડ અને મેનને પોલાર્ડને ફટકાર લગાવી. આ હરકત માટે પોલાર્ડ પર મેચ ફીના 25 ટકાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

2- ઇયાન બિશપે ફેન્સની માફી માગીઃ મેચ દરમિયાન એક બોલ એવો હતો, જે મેચનું પરિણામ અલગ લાવી શકતો હતો. શેન વોટસન બેટિંગ કરી રહ્યો હતો, ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગની છઠ્ઠી ઓવર હતો અને મલિંગા બોલિંગ કરી રહ્યો હતો. એક વાઇડ બોલ હતો, જેને અમ્પાયરે વાઇડ ન આપ્યો. તેના પર શેન વોટસનના મોઢામાંથી નિકળી ગયું F*****ng Wide,આ કોમેન્ટ સ્ટમ્પ માઇકના માધ્યમથી ટેલિકાસ્ટ થઈ ગઈ. જેના પર કોમેન્ટ્રેટર ઇયાન બિશપે બ્રાડકાસ્ટર તરફથી માફી માગી. જો તે બોલ વાઇક હોત તો મેચનું પરિણામ કંઇ અલગ આવી શક્યું હોત.

3- ધોનીનો રનઆઉટઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીનું રનઆઉટ થવું, મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. હાર્દિક પંડ્યાના બોલ પર શેન વોટસન સ્ટ્રાઇક પર હતો. વોટસને શોટ રમ્યો અને બંન્ને ખેલાડી એક રન માટે ભાગ્યા, પ્રથમ રન લીધા બાદ બીજો રન લેવાનો નિર્ણય કર્યો. નોનસ્ટ્રાઇકર એન્ડ પર ઇશાન કિશનના થ્રોએ ધોનીને રનઆઉટ કરી દીધો. ધોનીના રનઆઉટ પર વિવાદ તે માટે થયો કારણ કે તેનું બેટ ક્રીઝ સુધી પહોંચી ગયું હતું. થર્ડ અમ્પાયરે નિર્ણય આપવામાં ઘણો સમય લીધો અને ઘણા રિપ્લે જોયા બાદ ધોનીને રનઆઉટ આપ્યો. એક એંગલમાં જોવા મળ્યું કે ધોની લાઇન પર પહોંચી ગયો છે, જ્યારે બીજા એંગલથી લાગી રહ્યું હતું કે તે રનઆઉટ છે. ઘણી વખત આવા સમયે બેટ્સમેનને બેનિફિટ ઓફ ડાઉન આપવામાં આવી છે, પરંતુ ધોનીની સાથે આમ ન થયું અને ધોની 8 બોલ પર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ પર 149 રન બનાવ્યા, જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 149 રન બનાવી શકી હતી.

(5:34 pm IST)