Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

દુનિયાનો નંબર વન ખેલાડી બન્યો શ્રીકાંત

નવી દિલ્હી: ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત દુનિયાનો નંબર વન પુરુષ ખેલાડી બની ગયો છે. વર્તમાન રેકીંગમાં શ્રીકાંત ડેનમાર્કના વિક્ટર એક્સલસનને પછાડીને દુનિયાનો પ્રથમ નંબરનો ખેલાડી બનવામાં સફળ રહ્યો છે. ગત વર્ષે ઈજાના કારણે શ્રીકાંત ઉપલબ્ધિ મેળવી શક્યો નહતો. શ્રીકાંત ૭૬૮૯૫ પોઈન્ટ સાથે રેકીંગમાં ટોપ પર પહોંચી ગયો છે. જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ડેનમાર્કના વિક્ટર એક્સલસન ૭૫૪૭૦ પોઈન્ટ સાથે નંબર બે પર છે. 
જ્યારે કોરીયાના સોન વેન હૂ ૭૪૬૭૦ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. મહિલા રેકીંગની વાત કરવામાં આવે તો ભારતની પીવી સિંધુ ૭૮૮૨૪ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. જ્યારે ચીની તાઈપેની તાઈ જૂ યીંગ ૯૦૨૫૯ પોઈન્ટ સાથે મહિલા રેકીંગમાં ટોચના ક્રમાંકે છે. 
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં શ્રીકંાંતને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડમાં સ્પોર્ટ્સપર્સન ઓફ યરથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. શ્રીકાંત આધુનિક યુગમાં ઉપલબ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ પુરુષ ખેલાડી છે. મહિલાઓના વર્ગમાં સાયના નહેવાલે માર્ચ ૨૦૧૫માં દુનિયાની પ્રથમ ક્રમાંકની ખેલાડીનુ બહુમાન મેળવ્યુ હતું. શ્રીકાંતે વર્ષ ૨૦૧૭માં ચાર સુપર સીરીઝ ટાઈટલ પોતાને નામે કર્યા હતા.

(5:26 pm IST)