Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ઇંગ્‍લેન્‍ડને હરાવી બાંગ્‍લાદેશે પ્રથમ વખતે ટી૨૦ સિરીઝ જીતી

ઇંગ્‍લેન્‍ડ ૧૧૭, બાંગ્‍લાદેશ ૧૨૦/૬: કાલે અંતિમ ટી-૨૦

 

નવી દિલ્‍હીઃ જોસ બટલરની ઇંગ્‍લેન્‍ડની ટીમને બાંગ્‍લાદેશે સતત બીજી ટી૨૦માં હરાવીને એની સામે પહેલીવાર રમાયેલી દ્વિપક્ષી ટી૨૦ સિરીઝ જીતી લીધી હતી.

ઓફ-સ્‍પિનિંગ ઓલરાઉનડર તથા મેન ઓફ ધ મેચ મેહદી હસન મિરાઝ (૪-૦-૧૨-૪ અને ૧૬ બોલમાં ૨૦ રન) તથા નજમુલ શેન્‍ટો (૪૭ બોલમાં અણનમ ૪૬)આ મેચના હીરો હતા.ઇંગ્‍લેન્‍ડના ૨૦ ઓવરમાં માત્ર ૧૧૭ રન બન્‍યા બાદ બાંગ્‍લાદેશ ૧૮.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૨૦ રન બનાવીને યાદગાર વિજય મેળવ્‍યો હતો.

હવે આવતીકાલે ઇંગ્‍લેન્‍ડ ૦-૩ના વાઇટવોશથી બચવા કમર કસીને રમશે.

(4:18 pm IST)