Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપની ફાઇનલમાં ભારત-ઓસ્‍ટ્રેલીયા ટકરાશે

ન્‍યુઝીલેન્‍ડે શ્રીલંકાને હરાવતા ટીમ ઇન્‍ડિયાએ ફાઇનલમાં જગ્‍યા બનાવી:૭થી ૧૧ જુન દરમ્‍યાન ઓવલ ખાતે ફાઇનલ મેચ રમાશેઃ ભારત સતત બીજા વર્ષે WTCની ફાઇનલમાં પહોચ્‍યુ

નવી દિલ્‍હીઃ ભારતે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપ ૨૦૨૩ની ફાઇનલમાં સ્‍થાન બનાવી લીધું છે. તેનું કારણ એ છે કે, ન્‍યુઝીલેન્‍ડે બે ટેસ્‍ટ શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને ક્રાઇસ્‍ટચર્ચ ખાતે ૨ વિકેટે હરાવ્‍યુ છે. હવે શ્રીલંકા બીજી ટેસ્‍ટ જીતે તો પણ વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપની આ સાઇકલના પોઇન્‍ટસ પર્સન્‍ટેજમાં ભારતથી આગળ નીકળી શકે એમ નથી. તેથી ઓસ્‍ટ્રેલીયા બાદ ભારત ફાઇનલમાં સ્‍થાન મેળવનાર બીજી ટીમ બની છે.

ભારત હવે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ માટે ઓસ્‍ટ્રેલિયા સામે ટકરાશે જે પહેલાથી જ ફાઈનલ માટે ક્‍વોલિફાઈ થઈ ચૂક્‍યું છે. નોંધનીય છે કે આ મેચ લંડનના ઓવલ મેદાન પર ૭ થી ૧૧ જૂન દરમિયાન રમાશે આ સાથે જ ૧૨ જૂનને પણ આ મેચ માટે રિઝર્વ પણ રાખવામાં આવ્‍યું છે.

હાલ ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચેની સિરીઝની છેલ્લી ટેસ્‍ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને આ દરમિયાન ઈતિહાસ રચતા ટીમ ઈન્‍ડિયાએ બીજી વખત વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઇનલમાં જગ્‍યા બનાવી છે

આ પહેલા પણ ન્‍યુઝીલેન્‍ડના કારણે ટીમ ઈન્‍ડિયાને ફાઈનલની ટિકિટ મળી ગઈ છે.આજે ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે ટેસ્‍ટ શ્રેણીની છેલ્લી મેચના અંતિમ દિવસની રમત રમાઈ રહી છે.  આ મેચ ડ્રો તરફ આગળ વધી રહી છે.  પરંતુ આ મેચ પુરી થાય તે પહેલા જ ટીમ ઈન્‍ડિયાએ આઈસીસી વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલમાં પોતાનું સ્‍થાન નિશ્ચિત કરી લીધું છે.  ન્‍યૂઝીલેન્‍ડ અને શ્રીલંકા વચ્‍ચે રમાઈ રહેલી મેચને કારણે આવું બન્‍યું છે.  ક્રાઈસ્‍ટચર્ચમાં રમાયેલી બે મેચની ટેસ્‍ટ શ્રેણીની પ્રથમ મેચમાં ન્‍યૂઝીલેન્‍ડે શ્રીલંકાને ૨ વિકેટે હરાવ્‍યું હતું.ભારતીય ટીમ ફાઈનલ મેચમાં ઓસ્‍ટ્રેલિયા સાથે ટકરાશે. 

ઈન્‍દોરમાં ભારત સામેની મેચ જીતીને ઓસ્‍ટ્રેલિયા ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.  બીજા સ્‍થાન માટે ભારત અને શ્રીલંકા વચ્‍ચે મુકાબલો હતો.  અમદાવાદ ટેસ્‍ટ જીતીને ભારતને સીધી ફાઈનલની ટિકિટ મળી શકી હોત.  આ સિવાય જો શ્રીલંકા અને ન્‍યુઝીલેન્‍ડની મેચ પણ ડ્રો થઈ હોત તો ભારતને ફાઇનલમાં જગ્‍યા મળી ગઈ હોત.

ઓસ્‍ટ્રેલિયા અને ભારત વચ્‍ચે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઇનલ મેચ ૭ જૂનથી લંડનના ઓવલમાં રમાશે.  ઓસ્‍ટ્રેલિયાનું ટોચ પર રહેવાનું નિશ્ચિત થઈ ગયું છે.  ભારતીય ટીમ બીજા નંબર પર રહેશે.  અમદાવાદ ટેસ્‍ટ પહેલા ઓસ્‍ટ્રેલિયાએ ચેમ્‍પિયનશિપ દરમિયાન ૧૮ મેચ રમી હતી.  આમાં તેને ૧૧ જીત અને માત્ર ૩ હાર મળી છે.  તેને માત્ર બોર્ડર ગાવસ્‍કર સિરીઝમાં ભારત સામે બે હાર મળી હતી.  ભારતે ૧૭ મેચમાં ૧૦ મેચ જીતી છે.  રોહિત શર્માની ટીમને ૫ હાર મળી અને ૨ મેચ ડ્રો રહી. 

ભારત હવે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ માટે ઓસ્‍ટ્રેલિયા સામે ટકરાશે જે પહેલાથી જ ફાઈનલ માટે ક્‍વોલિફાઈ થઈ ચૂક્‍યું છે.  આ મેચ લંડનના ઓવલ મેદાન પર ૭ થી ૧૧ જૂન દરમિયાન રમાશે આ સાથે જ ૧૨ જૂનને પણ આ મેચ માટે રિઝર્વ પણ રાખવામાં આવ્‍યું છે.(૪૦.૧૦)

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપનું પોઇન્‍ટસ ટેબલ

ટીમ       પોઇન્‍ટસ પર્સન્‍ટેજ       પોઇન્‍ટસ       જીત    હાર    ડ્રો

ઓસ્‍ટ્રેલીયા  ૬૮.૫૨%      ૧૪૮           ૧૧     ૩      ૪

ઇન્‍ડિયા      ૬૦.૨૯%      ૧૨૩   ૧૦     ૫      ૨

સાઉથ             ૫૫.૫૬%        ૧૦૦   ૮      ૬      ૧

આફ્રિકા

શ્રીલંકા             ૫૩.૩૩%        ૬૪     ૫      ૪      ૧

ઇંગ્‍લેન્‍ડ       ૪૬.૯૭%     ૧૨૪   ૧૦     ૮      ૪

(4:13 pm IST)