Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ભારતીય ક્રિકેટર યુઝર્વેન્‍દ્ર ચહલે ઇંગ્‍લેન્‍ડ સામે પહેલી ટી20માં રેકોર્ડ સર્જ્‍યોઃ ઇન્‍ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી મોટો રેકોર્ડ

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલે ઈંગ્લેન્ડ સામે પહેલી ટી-20 મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. યુઝર્વેન્દ્ર ચહલે ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધારે વિકેટ ઝડપી છે.

ચહલે બુમરાહને પાછળ છોડ્યો:

યુઝર્વેન્દ્ર ચહલ મેચ પહેલાં જસપ્રીત બુમરાહની સાથે સંયુક્ત રીતે પહેલા નંબરે હતા. જેમાં ચહલના નામે 45 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 59 વિકેટ હતી. તો બુમરાહે 50 ટી-20 મેચમાં 59 વિકેટ ઝડપી છે. બુમરાહ પોતાના લગ્નની તૈયારીઓના કારણે આ ટી-20 સિરીઝમાં ભાગ લઈ રહ્યો નથી. તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરને એલબીડબલ્યુ આઉટ કરીને બુમરાહને પાછળ છોડી દીધો છે.

ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલર

1. યુઝર્વેન્દ્ર ચહલ - 60 વિકેટ

2. જસપ્રીત બુમરાહ - 59 વિકેટ

3. રવિચંદ્રન અશ્વિન - 52 વિકેટ

4. ભુવનેશ્વર કુમાર - 41 વિકેટ

5. કુલદીપ યાદવ/ રવિન્દ્ર જાડેજા - 39 વિકેટ

6. હાર્દિક પંડ્યા - 38 વિકેટ

ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ:

1. વન-ડે ઈન્ટરનેશનલ - 334 વિકેટ - અનિલ કુંબલે

2. ટેસ્ટ - 619 વિકેટ - અનિલ કુંબલે

3. ટી-20 ઈન્ટરનેશનલ - 60 વિકેટ - યુઝર્વેન્દ્ર ચહલ

(4:37 pm IST)