Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સાનિયા મિર્ઝાની વાપસી :માતા બન્યા બાદ ટેનિસ કોર્ટ પર પરત : પ્રેક્ટિસનો વિડિઓ થયો વાયરલ

પ્રેગ્નેન્સી બાદ ટેનિસથી દૂર રહેલી સાનિયા મિર્ઝા હવે ફરી વાપસી કરવા તૈયાર

નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા લાંબા સમય બાદ ફરી કોર્ટ પર પરત ફરશે પ્રેગ્નેંસીને કારણે ટેનિસ કોર્ટથી દૂર રહેનારી સાનિયા હવે આંતરરાષ્ટ્રીય મેચમાં જોવા મળશે. સાનિયાએ આગામી ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખતા નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સાનિયાની પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાનિયાએ બાળકને જન્મ આપ્યા બાદ પ્રથમવાર કોર્ટમાં પ્રેક્ટિસ કરી અને પોતે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. 

 સાનિયા મિર્ઝા પ્રેગ્નેન્સી બાદ ટેનિસથી દૂર હતી, પરંતુ હવે ફરી વાપસી કરવા તૈયાર છે. સાનિયાએ પોતાની વાપસીને લઈને કેટલાક સમય પહેલા કપિલ શર્માના શોમાં ખુલાસો કર્યો હતો. શોમાં તેણે જાણકારી આપી હતી કે, તે વર્ષના અંતમાં ગ્રાન્ડસ્લેમ અમેરિકી ઓપનથી ફરી વાપસી કરશે. મહત્વનું છે કે, આ ટૂર્નામેન્ટ આ વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી રમાશે. 

(11:16 pm IST)