Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચને લઇને તખ્તો ગોઠવાયો

બુધવારે ભારત પોતાની અંતિમ મેચ રમશે : રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટ્વેન્ટી-૨૦ મેચ જીતી ઉંચા જુસ્સાની સાથે ફાઇનલમાં ઉતરવા તૈયાર

કોલંબો,તા. ૧૩ : ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં જ હારનો સામનો કર્યા બાદ સતત બે મેચો જીતીને ભારતીય ટીમે પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. ભારતીય ટીમ આવતીકાલે પોતાની અંતિમ મેચમાં કોલંબો ખાતે બાંગ્લાદેશ સામે મેદાનમા ંઉતરશે. ભારતીય ટીમ આ મેચ પણ જીતીને ૧૮મી માર્ચના દિવસે રમાનારી ફાઇનલ મેચમાં વધારે ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે. ભારતે આ ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં હજુ સુધી ત્રણ મેચો રમી છે જે પૈકી પ્રથમ મેચમાં હાર થયા બાદ પોતાની બન્ને મેચો જીતી છે. છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકા પર નવ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. ભારતે છ વિકેટે જીત મેળવી હતી. શ્રીલંકાએ આ મેચમાં નવ વિકેટે ૧૫૨ રન કર્યા હતા અને ભારતે ૧૭.૩ ઓવરમાં ચાર વિકેટે ૧૫૩ રન કરીને મેચ જીતી લીધી હતી. સતત ત્રીજી મેચ જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આવતીકાલે તેની ચોથી મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. બાંગ્લાદેશ પણ લડાયક દેખાવ કરવા માટે સજ્જ છે. ટીમમાં અનેક આશાસ્પદ ખેલાડી રહેલા છે. મેચ રોમાંચક બનવાની શક્યતા છે. બાંગ્લાદેશે શ્રીલંકા પર ૧૦મી માર્ચના દિવસે પાંચ વિકેટે જીત મેળવી તમામને ચોંકાવી દીધી હતી. શ્રીલંકાની સ્વતંત્રતાના ૭૦ વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે આ શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ  શ્રેણીમાં ભારત અને શ્રીલંકાની સાથે ત્રીજી ટીમ તરીકે બાંગ્લાદેશ છે. ડી સ્પોર્ટસ પર આ મેચોનુ પ્રસારણ કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે ભારતે હાલમાં દક્ષિણ આફ્રિકા પર વનડે બાદ ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી જીતી લીધી હતી. આ શ્રેણીમાં રોહિત પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.  દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં લાંબી શ્રેણી રમ્યા બાદ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, જશપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો  ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની પસંદગી કરતી વેળા સ્ટાર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં રમાનારી તમામ મેચોને લઇને સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરી દેવામાં આવી છે. તમામ ટીમોને પુરતી સુરક્ષા આપવામાં આવી રહી છે. મેદાન અને હોટલની આસપાસ પણ સુરક્ષા વધારવામાં આવી છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતના સ્ટાર ખેલાડીઓ આ ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય સ્ટાર ખેલાડી આમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં આ ટીમમાં શિખર ધવન વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં છે.  રાઉન્ડ રોબિન ફોર્મેટના આધાર પર આ શ્રેણી રમાઇ રહી છે. વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની બંનેને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવ્યો છે. દિપક હુડા અને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં વિજય શંકર અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ મેચો કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે લાઇટ હેઠળ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટોપની બે ટીમો ૧૮મી માર્ચના દિવસે રમાનાર ફાઇનલમાં ટકરાશે.શ્રીલંકામાં હાલમાં વધી ગયેલી હિંસા વચ્ચે ૧૦ દિવસ માટે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હોવા છતાં ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦  શ્રેણી પર કોઇ અસર થઇ રહી નથી. સુરક્ષા વચ્ચે ગઇકાલે પ્રથમ મેચ રમાઇ હતી. જેમાં શ્રીલંકા સામે ભારતની હાર થઇ હતી.   ભારતીય ટીમ નીચે મુજબ છે.

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), ધવન, રાહુલ, રૈના, પાંડે, દિનેશ કાર્તિક, દિપક હુડા, સુંદર, યુજવેન્દ્ર ચહેલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ, સિરાજ, રિષભ પંત..

(1:11 pm IST)
  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST

  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST

  • મે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે! સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST