Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

હાર્દિક પંડ્યા અને રાહુલના સ્થાને વિજયશંકર અને શુભમન ગીલનો ટીમમાં સમાવેશ

19 વર્ષીય ગિલને અત્યાર સુધી કોઇપણ ફોર્મેટમાં ચાન્સ મળ્યો નથી.

ટોક શો ‘કોફી વિથ કરન’માં મહિલાઓ અંગે વિવાદીત નિવેદન આપ્યા બાદ ભારયીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે બાદ હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી વન ડે સીરિઝ અને આગામી ન્યૂઝિલેન્ડ પ્રવાસ માટે રાહુલ અને પંડ્યાની જગ્યાએ ઓલરાઉન્ડર વિજય શંકર અને શુભમન ગિલનો ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

  27 વર્ષીય શંકર ભારતીય ટીમ માટે ટી20 મેચ રમી ચૂક્યો છે, જ્યારે 19 વર્ષીય ગિલને અત્યાર સુધી કોઇપણ ફોર્મેટમાં ચાન્સ મળ્યો નથી.

    તમિલનાડુનો શંકર 15 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં રમાનારી બીજી વન ડે પહેલાં ટીમ સાથે જોડાશે. જ્યારે ગિલ ન્યૂઝિલેન્ડમાં વન ડે અને ટી20 માટે ટીમ સાથે જોડાશે. પંજાબ તરફથી રણજી રમનાર શુભમન ગિલ ઘરેલૂ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

(5:30 pm IST)