Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ઓસ્‍ટ્રેલીયા અને ભારત વચ્‍ચેની ટેસ્‍ટ ક્રિકેટ મેચ પહેલા પુકોવ્‍સકીને ઇજાઃ ભારતીય ટીમ તેનો ફાયદો ઉઠાવશે

નવી દિલ્હીઃ  ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલી ડે-નાઇટ મેચ માટે કાંગારૂ ટીમમાં ફેરફાર થયો છે, કારણ કે ડેવિડ વોર્નર બાદ વિલ પુકોવ્સકી પ્રથમ મેચમાં રમી શકશે નહીં. તેવામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ડાબા હાથના બેટ્સમેન માર્કસ હેરિસને ટીમમાં પસંદ કર્યો છે, જે પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકે છે. માર્કસ હેરિસે ઈન્ડિયા-એ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી.

ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ઈજાને કારણે પહેલાથી બહાર છે. ત્યારબાદ આગામી સપ્તાહે શરૂ થનાર પિંક બોલ ટેસ્ટ પહેલા યંગ ગન વિલ પુકોવ્સકી પણ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો છે. વોર્નર બીજી ટેસ્ટમાં વાપસી કરી શકે છે, જ્યારે પુકોવ્સકી પર મેડિકલ ટીમ નિર્ણય લેશે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં વોર્નરની વાપસી સંભવ છે, પરંતુ ભારતીય ટીમ તેનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે, કારણ કે ત્યારબાદ કોહલી ટીમ સાથે હશે નહીં.

માર્કસ હેરિસે આ સમરમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેણે 239 રનની ઈનિંગ શેફીલ્ડ શીલ્ડમાં રમી હતી. અનકેપ્ડ પુકોવ્સકી ડેવિડ વોર્નરના સ્થાને પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈ શકતો હતો, પણ તે કન્કશનને કારણે બહાર થયો છે. તો કેમરોન ગ્રીન પણ ફીલ્ડિંગ દરમિયાન કન્કશનનો શિકાર થયો અને તે બીજી પ્રેક્ટિસ મેચમાંથી બહાર થઈ ગયો છે. કેપ્ટન ટિમ પેન માટે સૌથી મોટો માથાનો દુખાવો કઈ ઓપનિંગ જોડી સાથે ઉતરવુ તે છે.

  • ઓસ્ટ્રેલિયાની ટીમ

ટિમ પેન (કેપ્ટન), સીન એબોટ, જો બર્ન્સ, પેટ કમિન્સ, કેમરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશાને, નાથન લાયન, માઇકલ નેસર, જેમ્સ પેટિન્સન, વિલ પુકોવ્સકી, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેસ સ્વેપ્સન, મેથ્યૂ વેડ, માર્કસ હેરિસ (માત્ર પ્રથમ મેચ માટે) અને ડેવિડ વોર્નર (છેલ્લી ત્રણ મેચ માટે).

(4:42 pm IST)