Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

વિરૂ કાંગારૂ ક્રિકેટર ઉપર ભડકયો

મેકસવેલ આઇપીએલમાં ગંભીર નથી

હરશે-ફરશે, ડાન્સ કરશે, બસ રન નહિં જ બનાવે

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા તરફથી તોફાની બેટિંગ કરીને રન બનાવ્યા બાદ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટસમેન વીરેન્દ્ર સેહવાગ મેકસવેલ ઉપર ગિન્નાયો છે. વીરૂએ કહ્યું' આઇપીએલમાં મેકસવેલ બધુ જ કરશે-ખિલાડીઓને પ્રોત્સાહિત કરશે, હરશે-ફરશે, બસ રન જ નહીં બનાવે. મેચ પુરી થતાં જ મળી રહેલુ મફતનું ડ્રિન્ક લઇને પોતાના રૂમમાં જતો રહેશે. મને નથી લાગતુ કે તે આઇપીએલને લઇને ગંભીર છે જ્યારે તે આઇપીએલમાં આવે છે ત્યારે ક્રિકેટના બદલે ગોલ્ફની રમત પ્રત્યે વધુ ગંભીર રહે છે.

વધુમાં વિરૂએ જણાવ્યું કે, જ્યારે તે (મેકસવેલ) ઓસ્ટ્રેલિયા તરફથી રમે છે તેનું વલણ બદલાઇ જાય છે તે જાણે છે કે જો તેની બે કે ત્રણ ઇનિંગ્સ ખરાબ રહી તો તેને ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી હાંકી કાઢવામાં આવશે અને વાપસી કરવી મુશ્કેલ બની જશે.

વીરૂની આ વાત એકદમ સાચી છે એ વાતની સાક્ષી મેકસવેલની બેટિંગના આંકડા પુરાવે છે. આઇપીએલ રમાઇ રહી હતી. ત્યારે પણ વીરેન્દ્ર સેહવાગે અનેક વાર મેકસવેલને આડા હાથે લીધો હતો. જેથી ચર્ચા સોશીયલ મીડિયામાં ખૂબ થઇ હતી.

(3:11 pm IST)